Home » Gujarat » Bhuj » Bhachu » મોટી ચીરઇમાંથી 21,600નો બિયર પકડાયો, આરોપી છૂ

મોટી ચીરઇમાંથી 21,600નો બિયર પકડાયો, આરોપી છૂ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:50 AM

ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામમાં આવેલા મકાનમાં રખાયેલો રૂ.21,600ની કિંમતનો બિયરનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો...

  • મોટી ચીરઇમાંથી 21,600નો બિયર પકડાયો, આરોપી છૂ
    ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામમાં આવેલા મકાનમાં રખાયેલો રૂ.21,600ની કિંમતનો બિયરનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો પરંતુ આરોપી દરોડા સમયે હાજર ન મળતાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

    પ્રાપ્ત વીગતો મુજબ,ભચાઉ પોલીસના પીઆઇ એમ.આર.ગોઢાણિયાને બાતમી મળતાં નવી મોટી ચીરઇ ગામમાં આરોપી રામદેવસિંહ રણજિતસીંહ જાડેજાના મકાનમાં દરોડો પાડતાં તેના મકાનમાંથી રૂ.21,600ની કિંમતના 500 એમ.એલના 216 બિયરના ટીન મળી આવ્યા હતા.

    પોલીસે આ બિયરનો જથ્થો જપ્ત કરી દરોડા દરમિયાન હાજર ન મળેલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયાને તપાસ સોંપી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

    દરોડામાં 500 એમએલના 216 બીયરના ટીન મળી આવ્યા : આરોપીની તલાશ જારી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ