Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉથી ભુજ સુધી 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા, આખું કચ્છ ધ્રુજયું

ભચાઉથી ભુજ સુધી 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા, આખું કચ્છ ધ્રુજયું

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:50 AM

રવિવારની બપોરે કચ્છની ધરતી 4.1ની તિવ્રતાના મધ્યમ ગણી શકાય તેવા આંચકાથી ધણધણી ઉઠતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો....

 • ભચાઉથી ભુજ સુધી 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા, આખું કચ્છ ધ્રુજયું
  રવિવારની બપોરે કચ્છની ધરતી 4.1ની તિવ્રતાના મધ્યમ ગણી શકાય તેવા આંચકાથી ધણધણી ઉઠતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કચ્છમાં ભચાઉથી લઇ ભુજ સુધીના વિસ્તારમાં આ આંચકાની એટલી તો નોંધપાત્ર અસર અનુભવાઇ કે ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. માત્ર કચ્છજ નહિ સૌારાષ્ટ્રના રાજકોટ-મોરબી સહિતના વિસ્તારો સુધી આ કંપનની અસર વર્તાઇ હતી.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલ માહિતી અનુસાર રવિવારે બપોરે 4-36 કલાકે ભચાઉથી દક્ષિણ-પશ્ચીમ દિશાએ 23 ...અનુસંધાન પાના નં. 13

  કિલોમિટર દુર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 4.1ની આંકવામાં આવી હતી. લોકો રવિવારની રજા માણી રહ્યા હતા ત્યારે એકાએક ભુગર્ભમાં ભેદી અવાજો સાથે ધરતી ધણધણી ઉઠી હતી. વાગડ ફોલ્ટના મોટાભાગના વિસ્તારો ઉપરાંત ભુજ-ગાંધીધામ જેવા શહેરોમાં બહુમાળી ઇમારતમાં રહેતા લોકોએ આ મધ્યમ આંચકાની વિશેષ અનુભુઁતિ કરી હતી.

  26 જાન્યુઁઆરી 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છની ધરતીનું પેટાળ હજુ શાંત પડયું નથી. રોજેરોજ સુક્ષમ તો કયારેક હળવીથી મધ્યમ કક્ષાની ગણી શકાય તેવી તિવ્રતાના આંચકા સમયાંતરે સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થતા રહે છે. ગહન સંશોધન જારી હોવા છતાં આવા આંચકાથી પેટાળની ઉર્જા વિસર્જીત થઇ રહી છે તેમ કહી ભુસ્તરશાસ્ત્રીઓ નજીકના સમયમાં મોટા ભૂકંપની શકયતા ઘટતી હોવાનું જણાવે છે.  40 દિવસ બાદ અનુભવાયું 4થી ઉપરની તિવ્રતાનું કંપન

  કચ્છમાં 40 દિવસ બાદ 4થી ઉપરની તિવ્રતાનું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયું હતું. છેલ્લે 16 જાન્યુઆરીની મધરાતે ખાવડા નજીક 4.1ના કંપનની અસર છેક ભુજ સુધી અનુભવાઇ હતી. તે બાદ રવિવાર 25 ફેબ્રુઆરી એટલે કે 40 દિવસ પછી પુન: એકવાર ભચાઉ પાસે 4.1નું કંપન અનુભવાયું હોવાનુ઼ સિસ્મોલોજી કચેરીમાં નોંધાયું છે.

  7 સેકન્ડથી વધુ ધરતી ધ્રુજી

  રવિવારની સાંજે અનુભવાયેલા 4.1ની તિવ્રતાના કંપને ગભરાટ ફેલાવ્યો છે. ત્યારે આ આંચકા અનુભવાયો ત્યારે 6થી7 સેકન્ડ સુધી ધરતી ધ્રુજતી રહી હોવાનું કંપનનો અનુભવ કરનાર કેટલાક જાગૃત નાગરિકોએ વિગત આપતાં જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ