ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» જો અહીં ધંધો કરવો હોય તો 10 લાખ મને આપવા પડશે!

    જો અહીં ધંધો કરવો હોય તો 10 લાખ મને આપવા પડશે!

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 02:50 AM IST

    ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક મીઠાનું કારખાનુ ધરાવતા આહીર યુવાનના 4 કામદારોનું રિવોલ્વરની અણીએ અપહરણ કરી ખંડણી...
    • જો અહીં ધંધો કરવો હોય તો 10 લાખ મને આપવા પડશે!
      જો અહીં ધંધો કરવો હોય તો 10 લાખ મને આપવા પડશે!
      ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક મીઠાનું કારખાનુ ધરાવતા આહીર યુવાનના 4 કામદારોનું રિવોલ્વરની અણીએ અપહરણ કરી ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ પ્રકરણમાં અરજદારે બાનીયારીના સરપંચ સહિતના ટૉળા વિશે પોલીસમાં અરજી કરી સુરક્ષાની માંગ કરી હતી. સરપંચે જો અહિ ધંધો કરવો હશે તો 10 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હોવાનું તેમાં જણાવાયુ છે.

      અંજાર તાલુકાના ભીમાસર ચકાસરના રહેવાસી શંભુ નારણ ગોગરાએ ભચાઉ પોલીસમાં કરેલી અરજી મુજબ તેમના ભચાઉ તાલુકાના કડોલ સ્થીત મીઠાના કારખાનામાં જગદીશ કુમાર ગોરધનદાસ સીચાગ, પ્રહલાદરામ પેરાજરામ ગોદારા, હનુમાનરાય રાજુગમ મહીયા અને ચાંદખાન મીલને કડોલ મીઠાના કારખાનામાં કામકાજ કરતા હતા તે સમયે બાનીયારીના સરપંચ રુપા પાંચા વરચંદ આહીર સહીત 15 થી 20 લોકોના ટૉળાએ કારોના કાફલામાં સોમવારે આવી પહોંચ્યા હતા. જ્યાં સરપંચના હાથમાં રિવોલ્વર હતી જ્યારે બાકીના શખસોના હાથમાં તલવાર, ધારીયા, લાકડી જેવા ઘાતક હથિયારો હતા. તેમણે ધાક ધમકી અને મારામારી કરી કારખાનાના ટ્રેકટરો સહિત ચાર શખ્સોને ઉઠાવી ગયા હતા. જતા જતા સરપંચ સહિતના ટૉળાએ છાપરામાં પડેલા ડીઝલના જથ્થાને સળગાવીને ચારે શખ્સો અને ટ્રેકટરોને મુકી દીધા હતા. બાનીયારી ગામના સરપંજ જે ટોળા સાથે આવેલા તેમણે ધમકી આપી કહ્યુ હતુ કે ‘જો આ વિસ્તારમાં ધંધો કરવો હશે તો 10 લાખ મને આપવા પડશે, તેમ તારા શેઠને સમજાવી દેજે’ આ અગાઉ પણ તેમના દ્વારા અરજદારને ધાકધમકી આપી રૂપીયા એઠંવાની કોશીષ કરાઈ હતી. ત્યારબાદ સમાજના વડીલોને વચ્ચે રાખી સમાધાન કરાવવાના પ્રયાસો કરાયો હતો પરંતુ તે સફળ નિવડી નહતી. બનાવની જાણ થતા ભચાઉ પોલીસના અધીકારી ઘટના સ્થળે કાફલા સાથે ધસી ગયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જો અહીં ધંધો કરવો હોય તો 10 લાખ મને આપવા પડશે!
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `