ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ભીમાસરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના બંન્ને પગ કપાયા

    ભીમાસરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના બંન્ને પગ કપાયા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 02:50 AM IST

    અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતી મહિલા કામથી આડૅસર ગઈ હતી જ્યાંથી લોકલ ટ્રેનમાં પરત ફરતા સમયે ચાલુ ટ્રેને ઉતરવા...
    • ભીમાસરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના બંન્ને પગ કપાયા
      ભીમાસરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના બંન્ને પગ કપાયા
      અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતી મહિલા કામથી આડૅસર ગઈ હતી જ્યાંથી લોકલ ટ્રેનમાં પરત ફરતા સમયે ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના પગ ટ્રેન નીચે આવી ગયા હતા. 108એ ઘટના સ્થળે પહોંચી મહિલાને ગાંધીધામ ખાતેની સ્ટલીંગ હોસ્પીટલમાં ખસેડી હતી.

      સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજારના વરસામેડીના રહેવાસી મેઘીબેન સુરેશભાઈ કોલી કામથી આડેસર ગયા હતા ત્યારે ભુજ આવતી પાલનપુરની ટ્રેનમાં પરત ઘરે આવતા હતા.

      ત્યારે ટ્રેન ભીમાસર રેલવે સ્ટૅશન પર ઉભી રહે તે પહેલા ઉતરવા જતા ટ્રેનના દરવાજાથી નીચે પડી ગયા હતા અને ટ્રેન નીચે આવી જતા તેમના બંન્ને પગ કપાઈ ગયા હતા. ટ્રેનના કર્મચારીએ આ અંગે 108ને જાણ કરતા અંજાર 108ના ઈએમટી હરેશ વાઢેર, પાઈલોટ માધાભાઈ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી પ્રાથમીક સારવાર આપી તેમની સ્થીતી નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીધામની સ્ટર્લીંગ હોસ્પીટલમાં ખસેડ્યા હતા. મોડી રાત્રે મળતી માહિતી અનુસાર તેમની સારવાર ચાલુ છે અને સ્થીતી સુધારા પર છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભીમાસરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાના બંન્ને પગ કપાયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `