તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આદિપુરના ફોજદાર વિરુદ્ધ તપાસ કરી રિપોર્ટ આપો : HC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરના ફોજદાર વિરુદ્ધ તપાસ કરી રિપોર્ટ આપો : HC

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનીકંપનીમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે કામ કરતા પૂર્વ કર્મચારી દ્વારા કંપની વિરૂદ્ધ ફરિયાદ અપાતાં ફોજદાર દ્વારા ગુનો બનતો હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવતાં તે ઇરાદાપૂર્વકનું ખોટું પ્રમાણપત્ર હોવાની તપાસ કરી, પૂર્વ કચ્છ એસપીને રીપોર્ટ આપવા આદેશ કર્યો હતો. ફરિયાદી પરમાનંદ શિરવાણીએ ભચાઉની કંપની વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. કંપનીને ક્લીનચીટ આપતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેથી નારાજ થઇ ખોટું પ્રમાણપત્ર આપવાના ગુના સબબ ફરિયાદીએ હાઇકોર્ટમાં જઇ, ફોજદારના પુત્રને ઉંચા પગારે નોકરીએ રાખવામાં આવતાં ફોજદારે ઇરાદાપૂર્વક ક્લીનચીટ આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. હાઇકોર્ટના ન્યાયાધિશ જે.બી. પારડીવાલાએ પૂર્વ કચ્છના એસ.પી.ને બાબતે તપાસ કરી, હાઇકોર્ટને વિગત આપવા હુકમ ફરમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો