તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉ PGVCL 8.50 કરોડ વસૂલવા પઠાણી ઉઘરાણી કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ PGVCL 8.50 કરોડ વસૂલવા પઠાણી ઉઘરાણી કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉતાલુકામાં પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં અંદાજે 8.50 કરોડની વસૂલાત માટે લાલ આંખ કરવામાં આવનારી છે. તા.25મીથી પઠાણી ઉઘરાણી કરીને બાકીદારો સામે તવાઇ લાવવામાં આવનારી છે. સરકારી કચેરી ઉપરાંત વાણિજ્ય ઉદ્યોગોના ચમરબંધીઓ પર પણ વસૂલાતનો ગાળિયો કસવાના મૂડમાં પીજીવીસીએલ જણાઇ રહ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકામાં 10 હજારથી વધુ વીજ કનેક્શન આવેલા છે. કનેક્શનોમાં વીજ તંત્રના પાવરને બદલે લેવાતા નાણામાં 35થી 40 ટકાનું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલે આવા ગ્રાહકો પાસે રીકવરી કરવાના હેતુથી મન મનાવી લીધું છે. તાલુકા મથકમાં આવેલી સરકારી કચેરીઓ, વીજ જોડાણના નાણાં ચૂકવવા ઘણા સમયથી ઠાગાઠૈયા કરી રહી છે. ઉપરાંત રહેણાક વિસ્તાર, વાણિજ્ય- ઔદ્યોગિક જેવા અનેક ગ્રાહકો વીજળી વાપરીને તેનું બિલ ભરતા નથી તેવા ગ્રાહકોને છોડવામાં નહીં આવે. પીજીવીસીએલના અધિકારી એ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તંત્રની એવી પણ તૈયારી છે કે, વીજ બિલના જે ગ્રાહકો નાણાં નથી ભરતા તેવા ગ્રાહકોના નામોની યાદી જાહેરમાં મૂકવામાં આવશે. ભચાઉ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર, એક્ઝિક્યુટીવ ઇજનેર વાય.જે. રાવ, જુનિયર ઇજનેર રાઠોડ વગેરે સ્ટાફ વસૂલાત કરવાની કવાયતમાં લાગ્યો છે.

સરકારી કચેરી, ચમરબંધીને પણ નહીં છોડાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો