તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છના એસપીને ઇલેક્ટ્રોથર્મ સામે તપાસ કરવા હાઇકોર્ટનોઆદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના એસપીને ઇલેક્ટ્રોથર્મ સામે તપાસ કરવા હાઇકોર્ટનોઆદેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉનજીક આવેલી ઇલેક્ટ્રોથર્મ કંપનીના મેળાપીપણામાં તેની સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ નહીં કરવા બદલ પીએસઆઇના પુત્રને લાખોની નોકરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ યોગ્ય તપાસ કરવા માટે કચ્છ જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યો છે.

કેસની વિગત એવી છે કે, અરજદાર પરમાનંદ તરફે એડવોકેટ વિશાલ આણંદજી વાલાએ એવી રજૂઆત કરી હતી કે, કચ્છની ઇલેક્ટ્રોથર્મ કંપની સામે પડેલા એક વ્યક્તિ સામે કંપની દ્વારા ફરિયાદ નોંધાવી તેની સામે ફોજદારી પગલા લેવામાં આવ્યા હતા. જોકે સંબંધિત કંપની સામે અરજદાર દ્વારા અપાયેલી ફરિયાદમાં પોલીસે માત્ર અરજી લીધી હતી. સાથે બનાવમાં કોઇ ગુનો બનતો નહીં હોવાનું કંપની તરફે તપાસ કરવામાં આવી હોવાનો પોલીસ ઉપર પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, તપાસ ચલાવનાર પી.એસ.આઇ.ના પુત્રને કંપનીમાં તપાસ બાદ નોકરી આપવામાં આવી છે. જે નોકરીમાં મોટો પગાર આપવામાં આવ્યો છે. ત્યારે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, યોગ્ય તપાસ નહીં કરવા બદલ નોકરી આપવામાં આવી છે. કેસમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ સમગ્ર મામલાની તપાસ કરવા કચ્છ જિલ્લા પોલીસવડાને આદેશ આપ્યો છે.

ભચાઉ પાસે આવેલી કંપની સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ કરાતી હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો