• Gujarati News
  • સામખિયાળી પાસે ટ્રેનમાંથી પડતાં અજાણ્યા યુવકનું મોત

સામખિયાળી પાસે ટ્રેનમાંથી પડતાં અજાણ્યા યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના સામખિયાળી રેલવે સ્ટેશને ટ્રેક પર બુધવારે એક અજ્ઞાત યુવક ચાલુ ટ્રેને નીચે પડતી જતાં મોતને ભેટ્યો હતો. તો 24 કલાક પૂર્વે વોંધ પાસે પણ યુવકે માલગાડી તળે પડતું મૂકી દીધું હતું. રેલવે પોલીસે અકસ્માતે મોતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રેલવે પોલીસના સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું કે, સામખિયાળી પાસે રેલવે સ્ટેશન પાસેના 743 કિમીના બોર્ડની નજીક સવારે 10 વાગ્યાના અરસામાં આશરે 22 વર્ષની વયના એક યુવાનની લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી, જેને પગલે ભચાઉ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે લાશનો કબજો લઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

જોકે, લખાય છે ત્યાં સુધી પોલીસને મૃતકની ઓળખ મળી નથી! પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચાલુ ટ્રેને નીચે પડી ગયાનું જાણવા મળ્યું છે. તો વોંધ નજીક ગઇકાલે સવારના સમયે ભચાઉનો રઘુપુરી ભીખુપુરી ગોસ્વામી(27) વોંધ પાસે રેલવે ટ્રેક પર હતો, ત્યારે માલગાડી વાહનની ટક્કરે ચઢી ગયો હતો. પોલીસે મૃતકે આત્મહત્યા કરી લીધાની આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.