તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બ્રહ્મલીન પ્રમુખસ્વામી કચ્છના ભક્તોને શ્રીજી મહારાજના અતિપ્રિય હરિભક્તો ગણાવતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મલીન પ્રમુખસ્વામી કચ્છના ભક્તોને શ્રીજી મહારાજના અતિપ્રિય હરિભક્તો ગણાવતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શનિવારેસાંજે બ્રહ્મલીન થયેલા વિશ્વવંદનીયની ઉપમા મેળવનાર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીજી મહારાજ કચ્છમાં સાત વખત આવ્યા હતા. તેમણે કચ્છના ભક્તોને શ્રીજી મહારાજના અતિપ્રિય હરિભક્તો તરીકે ગણાવ્યા હતા. બીજાના ભલામાં આપણું ભલું છે તેમ સદાય સમાજને સંદેશ આપનારા ‘બાપા’ના માર્ગદર્શન હેઠળ કચ્છમાં ભૂકંપ બાદ સાત ગામ દત્તક લેવાયાં હતા તો તેમાંથી કેટલાકનું નવસર્જન કરાયું હતું.

વર્ષોથી બીએપીએસ ભુજ મંદિર સાથે સંકળાયેલા કાર્યકર્તા શૈલેન્દ્ર ચોક્સીએ જણાવ્યું હતું કે, ...અનુસંધાનપાનાનં.13પ્રમુખસ્વામીમહારાજ સૌપ્રથમ વખત 1956માં ગુરૂ યોગીજી મહારાજ સાથે ભુજ આવ્યા હતા. ત્યારબાદ તેમની કુલ સાત વખત કચ્છની વિવિધ ગામ શહેરોની મુલાકાત કરી હતી. ભુજમાં નિર્મળસિંહની વાડીમાં આવેલા હાલના મંદિર માટે તેમણે 1986માં સ્વપ્ન જોયું હતું અને તેવી ઇચ્છા પિતાંબર ચેવડાવાળા પાસે વ્યક્ત કરી હતી કે ભુજમાં મંદિર બનવું જોઇએ. ઇચ્છા 1988માં પૂરી થઇ હતી અને હરિમંદિર ખૂલ્યું હતું.

કચ્છના ગ્રામીણ અગ્રણી સાથે ‘બાપા’

પાંજરાપોળ ફેડરેશનના ઉદ્દઘાટનમાં હાજર હતા

માંડવીમાંપ્રમુખસ્વામી મહારાજ ગુજરાત પાંજરાપોળ ફેડરેશનના ઉદ્દઘાટનમાં હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રના દાનવીર દિપચંદ ગાર્ડીએ બાપાને વિનંતી કરતાં તેઓ ખાસ માંડવી પહોંચ્યા હતા. તકે તેમણે એક લાખ રૂપિયા ગૌસેવામાં અનુદાન આપ્યું હતું.

કચ્છમાં સાત ગામ - નગર વિકસાવ્યાં

1. યોગીનગર- ઉખડમોરા

2.નારાયણનગર - જીયાપર

3.શ્રીજીનગર- નાની મઉં

4.ગુણાતિતપુર-ભચાઉ પાસે

5.ભુજમાંબનાવ્યું પ્રમુખસ્વામિનગર

6.ખાવડામાંપ્રમુખસ્વામિનગર

7.કૂકમાપાસે પ્રમુખસ્વામિનગર

પ્રમુખસ્વામી મહારાજની કચ્છની સાત મુલાકાત

1.અોગસ્ટ1956નાગુરૂ યોગીજી મહારાજ સાથે પ્રથમ વખત ભુજ આવ્યા.

2.નવેમ્બર1973ના પંચતિર્થી યાત્રા કચ્છ આવી ત્યારે સિંચાઇ સદનમાં ઉતર્યા હતા અને ડોક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી અને મહંત સ્વામી પણ જોડાયા હતા. દરમિયાન ‘બાપા’ એટલે કે પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત ગ્રંથ પર ભારતીય સેવા મંડળમાં પારાયણ કરી હતી.

3.ડિસે.1986માંભુજમાં મુલાકાત વખતે મંદિર બને તેવી આશા વ્યક્ત કરી.

4.1994માંભુજ ઉપરાંત રવાપર, પાનધ્રો અને નારાયણ સરોવરની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમને જામનગર જવાનું થતા પાનધ્રોથી હેલિકોપ્ટરમાં જામનગર ગયા હતા.

5.માર્ચ1999માં હરિજયંતિ ઉત્સવમાં ભુજ, ખાવડા અને વાંઢાય પધાર્યા.

6.એપ્રિલ2001માં ભૂકંપ બાદ જુદાજુદા ગામો દત્તક લેવાની ગતિવિધિ

7.ઓક્ટોબર2002માં ભુજ, ગાંધીધામ, યોગીનગર, નાની મઉં, ગુણાતિતપુર અને ખાવડામાં તેમના હસ્તે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો