તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવીમાં ચાર અશ્વોને ગ્લેન્ડર રોગ હોતાં મોતને ઘાટ ઉતારાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં ચાર અશ્વોને ગ્લેન્ડર રોગ હોતાં મોતને ઘાટ ઉતારાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકસમયે સારી ઓલાદના અશ્વો સુંદરજી સોદાગર દ્વારા દેશ-વિદેશમાં નિકાસ કરાતા હતા માંડવીમાં 4 ઘોડાને ગ્લેન્ડર રોગ લાગુ પડ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં માનવ વસતીમાં રોગને ફેલાતો રોકવા 5 લાખની કિંમતના ઘોડા-ઘોડી અને વછેરાને ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાકક્ષાની ટીમની હાજરીમાં ગઢશીશા રોડ ખાતે દફનાવી નખાયા હતા.

રોગપ્રતિકારક દવા શોધાઇ નથી તેવા ગ્લેન્ડર નામના ભયંકર રોગના લક્ષણોની તપાસ અર્થે અંજાર, ભચાઉ, ભુજ અને માંડવી સહિતના શહેરોમાંથી 300 જેટલા અશ્વોના બ્લડ સેમ્પલ હરિયાણાની લેબોરેટરીમાં એક માસ પહેલાં ...અનુસંધાનપાનાનં.13મુકાયાહતા, જેમાંથી માંડવીના અશ્વોના રિપોર્ટ પોઝિટિવ આવતાં માલિકો પાસેથી તેનો કબજો લેનારા વહીવટીતંત્ર દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં કાનજી પ્રેમજી કેરાઇની 1.50 લાખ રૂપિયાની એક ઘોડી અને તેટલી કિંમતનો એક ઘોડો તથા 50 હજારની વછેરી સહિત 3 લાખની કિંમતના અશ્વો તથા રાહુલ સુરેશ દરજી ઉર્ફે લાલાનો દોઢ લાખનો ઘોડો મળીને પાંચ લાખની કિંમતના અશ્વોને થાયો એન્ઝોન ઇન્જેક્શન મારીને મોત નીપજાવ્યું હતું. બાદમાં ઉંડો ખાડો ખોદીને અલગ-અલગ દફન કરવામાં આવ્યા હતા, રોગ વધુ ફેલાય તે માટે હાઇટેટલાઇટ કેમિકલ્સ, ફ્યુઅલ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસ બંદોબસ્તની હાજરીમાં મીડિયાથી દૂર રહીને ગુપ્ત રીતે સરકારી નિયમ મુજબ કામગીરી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાના મદદનીશ પશુપાલક નિયામક, પશુરોગ સંશોધન એકમ પશુધન નિરીક્ષક, પશુચિકિત્સક, વેટરનિટી ઓફિસર અને અશ્વોના માલિકોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગ્લેન્ડર રોગ શું ? : માંડવીમાં કેમ આવ્યો ω?

ગ્લેન્ડરરોગ અશ્વોમાં પ્રથમ થતો હોવાથી માનવોમાં પણ તેની ચેપી અસર થાય છે. રોગમાં ચામડીનો રંગ સોનેરી થઇ જાય છે. માંડવીમાં પાલીતાણાથી આવેલા એક અશ્વને કારણે અન્ય ઘોડાઓને ચેપ લાગ્યો હોવાનું તબીબે જણાવ્યું હતું.

ગ્લેન્ડર રોગ શું ? : માંડવીમાં કેમ આવ્યો ω?

ગ્લેન્ડરરોગ અશ્વોમાં પ્રથમ થતો હોવાથી માનવોમાં પણ તેની ચેપી અસર થાય છે. રોગમાં ચામડીનો રંગ સોનેરી થઇ જાય છે. માંડવીમાં પાલીતાણાથી આવેલા એક અશ્વને કારણે અન્ય ઘોડાઓને ચેપ લાગ્યો હોવાનું તબીબે જણાવ્યું હતું.

રોગમાં સપડાયેલાં ઘોડાઓ તસવીરમાં દૃશ્યમાન થાય છે.

માલિકો દ્વારા વળતરની માંગ

30જાન્યુઆરી-2016ના ગુજરાતના બાવલા તાલુકાના ચિરારા ગામમાં ગ્લેન્ડર રોગ પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં માંડવીના અશ્વોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મોતને ઘાટ ઉતારાયેલા અશ્વોના માલિકો સરકારી વળતર મેળવવા માટે માંગ કરી રહ્યા છે.

કચ્છમાં પ્રથમવાર મહામારીનો રોગ પ્રકાશમાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો