તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં નર્મદા કેનાલ પાસે ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ ગયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં નર્મદા કેનાલ પાસે ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઇ ગયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉતાલુકાના ભવાનીપુર વિસ્તારમાં નર્મદા કેનાલનું કામ ચાલી રહ્યું છે, જેમાં શનિવારે ટ્રેક્ટર અને ટોલી પલ્ટી ખાઇ ગયા હતા, જેથી માર્ગે પસાર થતી એસ.ટી. અને શાળાની બસના ચાલકો પણ ચિંતિત થઇ ગયા છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભવાનીપુર વિસ્તાર પાછળથી ગુણાતીતપુર, લુણવા અને આંબરડીનો વાડીવાળો માર્ગ નીકળે છે, જ્યાંથી નર્મદા કેનાલ પસાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી રસ્તાએ લેવલ મૂકી દીધી છે. રસ્તા ઉપરથી એસ.ટી. અને શાળાઓના નાના ભૂલકાઓને લઇ જતી સ્કૂલ બસો પણ પસાર થતી હોય છે. માર્ગ નાના-મોટા વાહનોથી ધમધમતું રહે છે. આમ છતાં કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા કોઇપણ જાતની તકેદારી રાખવામાં આવી નથી અને કેનાલનું કામ શરૂ કરી દેવાયું છે, જેથી માર્ગે લેવલ મૂકી દીધી છે. જેના કારણે શનિવારે સાંજે એક ખેડૂતનું ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. જોકે, સદનસીબ ચાલકનો બચાવ થયો હતો. વળી, ટ્રોલીમાં કોઇ મજૂરો પણ નહોતા અને તે સમયે ત્યાંથી નાના વાહનો પણ પસાર નહોતા થતા. નહીંતર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના પાપે મોટી જાનહાનિ સર્જાઇ હોત.

રસ્તાનું લેવલિંગ બગડવાને કારણે પલટી મારી ગયેલા ટ્રેકટર અને ટ્રોલી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો