તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં શૌચાલયોના નિર્માણમાં કરાયેલો ભ્રષ્ટાચાર શું સિદ્ધિ છે ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં શૌચાલયોના નિર્માણમાં કરાયેલો ભ્રષ્ટાચાર શું સિદ્ધિ છે ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉમાંબનાવાયેલા શૌચાલયોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે તે જગજાહેર છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા એક મોટી સિદ્ધિ હોય તેમ શહેરમાં બેનરો લગાવી બાબતનો પ્રચાર કરવામાં આવે છે.

ભચાઉના કચ્છ માહિતી અધિકાર સંઘના ખેતશીભાઇ મારૂ અને પાલિકાના પ્રમુખ ઉર્મિલાબેન પટેલ પણ શહેરના કહેવાતા શૌચાલયના ભ્રષ્ટાચાર માટે અને જેમાંથી અમુક તો કાગળ પર બન્યા છે તેની રજૂઆત ગાંધીનગર કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર સુધી રજૂઆતો બાદ તેની તપાસના આદેશો મોડા-મોડા પણ થયા છે અને તપાસના અંતે જો થશે, તો ઘણાની સંડોવણી બહાર આવશે. અંદાજીત 3થી 4 કરોડનું કૌભાંડ આવવાની શક્યતા છે, ત્યારે ખબર પડશે કે પાલિકાની સ્વચ્છ ભચાઉ માટેની સિદ્ધિ છે કે મોટા કૌભાંડની સિદ્ધિ છે. આટલુ મોટું કૌભાંડ આચરાયા છતાં સ્થાનિક નેતા કે આગેવાનોને ખબર પણ નથી વાત પણ અચરજ પમાડે છે.

ભચાઉ પાલિકાનું ગુણગાન ગાતું બેનર અને તેની બાજુમાંથી પસાર થતી મહિલા જે સાવચેત થઇને જાય છે તે ઘણુ કહી જાય છે.

કચ્છ માહિતી અધિકાર સંઘે કરેલી રજૂઆતથી તપાસના આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો