• Gujarati News
  • National
  • ‘જો મનથી શ્રદ્ધા રાખવામાં આવે તો અંધશ્રદ્ધાથી આપોઆપ દૂર રહેવાય’

‘જો મનથી શ્રદ્ધા રાખવામાં આવે તો અંધશ્રદ્ધાથી આપોઆપ દૂર રહેવાય’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના કબરાઉના મોગલધામ ખાતે આયોજિત ભાગવત કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિસભર ઉજવણી કરાઇ હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા.

વ્યાસાસનેથી વક્તા મહેશભાઇ ભટ્ટે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે શીખ આપતાં જણાવ્યું હતું કે, મનથી જો શ્રદ્ધા રાખીએ તો આપોઆપ અંધશ્રદ્ધાથી દૂર રહેવાય છે. રૂક્ષ્મણીએ ભગવાનને જોયા હતા. કથા દરમિયાન સંતવાણીમાં કીર્તિદાન ગઢવી, લલિતાબેન ઘોડાદ્રા, બ્રિજરાજ ગઢવી, રાજભા ગઢવી, દેજરાજ ગઢવી, નિલેશ ગઢવી, અનુદાન ગઢવી, મોરારદાન ગઢવી સહિતના કલાકારોએ નિ:શુલ્ક સેવા આપી હતી.

કથામાં ભુવા સામતભા, અંબેધામના ચંદુમા, દેવનાથબાપુ, વેલજીદાદા, કૃષ્ણાનંદબાપુ ઉપરાંત અાગેવાનોમાં સંસદીય સચિવ વાસણભાઇ આહિર, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મોહન ધારશી સહિતનાએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. આયોજન નરેન્દ્ર ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, કબરાઉના સરપંચ કાનજીભાઇ, નટુભા જાડેજા, નારાણ આહિર, જીતુભા જાડેજા, રાજુભા જાડેજા, સહિતનાએ જહેતમ ઉઠાવી હતી.

મોગલધામમાં ભાગવત કથા પ્રસંગે વ્યાસાસનેથી અપાઇ શીખ

અન્ય સમાચારો પણ છે...