• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉમાં ટ્રાફિકને અડચણરૂપ બનતાં દબાણો આખરે હટાવાયાં

ભચાઉમાં ટ્રાફિકને અડચણરૂપ બનતાં દબાણો આખરે હટાવાયાં

DivyaBhaskar News Network

Apr 05, 2018, 02:45 AM IST
ભચાઉમાં ટ્રાફિકને અડચણરૂપ બનતાં દબાણો આખરે હટાવાયાં
ભચાઉ શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ બની ગયેલા દબાણો ભચાઉ પોલીસ દ્વારા હટાવાતાં દબાણકારોમાં ફફળાટ મચી જવા પામ્યો હતો તો શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાબતે ભચાઉ પોલીસના પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભચાઉ શહેરમાં ઘણા વખતથી શહેરની મુખ્ય બજારમાં કરવામાં આવેલા દબાણો ટ્રાફિકમાં અડચણરૂપ હતી તો આ બાબતે શહેરીજનોએ પણ અનેક રજુઆતો કરી હતી ત્યારે આ દબાણો ભચાઉ પોલીસ દ્વારા હટાવાયા હતા,આ દબાણોમાં શહેરના નવા બસસ્ટેશન થી મુખ્ય બજારમાં મનફાવે તેમ રખાયેલા લારી-ગલ્લા,પાથરણા તેમજ વેપારીઓ દ્વારા રખાયેલા સામાનને હટાવી ટ્રાફિકની અડચણ દૂર કરવામાં આવી હતી,તો આડેધડ પાર્ક કરાયેલા વાહનો પણ ડિટેઇન કરાયા હતા,વાહન આડેધડ પાર્ક કરાતા હોવાની સમસ્યા પુરા ભચાઉ શહેરમાં છેતેમાં પણ અરિહંત કોમ્પલેક્ષ,મહાસભા ગેટની આસપાસ વધુ પ્રમાણમાં આડેધડ વાહનો પાર્ક કરાતા હોય છે તે તમામ વાહનોના માલિકોને તાકિદ કરાઇ હતી,આ કામગીરીમાં પીઆઇ ગોઢાણીયા સાથે મહિલા પીએસઆઇ આર.જે.સિસોદિયા તથા ભચાઉ પોલીસનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.

કામગીરીથી દબાણકારોમાં ફફડાટ, શહેરીજનોને થયો હાશકારો

X
ભચાઉમાં ટ્રાફિકને અડચણરૂપ બનતાં દબાણો આખરે હટાવાયાં
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી