ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» કલેક્ટરને રજૂઆતથી કાંઇ ન વળ્યું, હવે કાલે કોર્ટમાં ફરિયાદ

    કલેક્ટરને રજૂઆતથી કાંઇ ન વળ્યું, હવે કાલે કોર્ટમાં ફરિયાદ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 02:45 AM IST

    ભચાઉ પાલિકાની ચૂંટણીમાં મતદાન અને મતદાતાને પ્રભાવિત કરતી વાયરલ વીડિયો ક્લિપ પછી હવે કોંગ્રેસી ઉમેદવારે ખાંડા...
    • કલેક્ટરને રજૂઆતથી કાંઇ ન વળ્યું, હવે કાલે કોર્ટમાં ફરિયાદ
      કલેક્ટરને રજૂઆતથી કાંઇ ન વળ્યું, હવે કાલે કોર્ટમાં ફરિયાદ

      ભચાઉ પાલિકાની ચૂંટણીમાં મતદાન અને મતદાતાને પ્રભાવિત કરતી વાયરલ વીડિયો ક્લિપ પછી હવે કોંગ્રેસી ઉમેદવારે ખાંડા ખખડાવીને કાયદાકીય લડત આપવાની તૈયારી કરી છે. વોર્ડ નં. 7માંથી ચૂંટણી લડેલા શરીફ નોતીયારે આ અંગે જિલ્લા કલેક્ટર, રાજ્ય ચૂંટણી કમિશ્નર-ગાંધીનગર અને વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. પરિણામે, હવે ગુરૂવારે કોર્ટમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હોવાનું નોતીયારે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.

      ભચાઉ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં રેડ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા દાઢીધારી શખસે મતકુટિરની પાસે જ ઉભા રહીને મતદાનને સતત પ્રભાવિત કર્યું હોવાની વીડિયો ક્લિપ્સ વાયરલ થઇ હતી. આ કિસ્સામાં ‘દિવ્ય ભાસ્કરે’ સતસવિર

      ...અનુસંધાન પાના નં.11





      અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ કચ્છમાં ભારે હોહા મચી ગઇ અને ભાજપ-કોંગ્રેસના જિલ્લા પ્રમુખો હરકતમાં આવી ગયા હતા. ભચાઉમાં વોર્ડ નં. 7માંથી ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર શરીફ નોતીયારે જિલ્લા કલેક્ટરને તેમજ ગાંધીનગર સ્થિત ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરીને ચૂંટાયેલા સદસ્યોને રદ કરવાની માંગણી કરી હતી. આ રજૂઆત પછી પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં હવે ગુરૂવારે કોર્ટમાં ફરિયાદ કરવાનો તેણે નિર્ણય લીધો છે.



      ભચાઉ ચૂંટણીકાંડ| લોકશાહી કલંકીત

      રિવોલ્વરથી ભય ઉભો કરાયો હતો

      કોંગ્રેસી ઉમેદવારે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ‘જૂનાવાડા પ્રાથમિક શાળા નં. 6ના મતદાન મથકની અંદર મતદાન કુટિરમાં સવારે 9થી 11 દરમિયાન રિવોલ્વર સાથે આવ-જા શરૂ હતી. હાથમાં રિવોલ્વર સાથે ભયનું વાતાવરણ ફેલાવાયું અને ધાકધમકીથી મતદાનને પ્રભાવિત કરાયું હતું. આથી, જવાબદારો સામે કાર્યવાહી કરી ચૂંટાયેલા સભ્યો પાલિકાની કોઇ કાર્યવાહીમાં ભાગ ન લઇ શકે અેવો આદેશ કરવો જોઇએ.’

      પ્રિસાઇડિંગ-ના. કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું

      રિવોલ્વર સાથે મતદાન મથકમાં ભયનું વાતાવરણ ઉભું કરીને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવતાં જે-તે સમયે જ પ્રિસાઇડિંગ ઓફિસરને અને નાયબ કલેક્ટર ગઢવીને પણ જાણ કરી હોવા છતાં ચોક્કસ વ્યક્તિઓને જીત મળે તે માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી એમ પણ શરીફ નોતીયારે ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

      ભાસ્કર ન્યૂઝ. ભુજ

      ભચાઉ પાલિકાની ચૂંટણીમાં મતદાન અને મતદાતાને પ્રભાવિત કરતી વાયરલ વીડિયો ક્લિપ પછી હવે કોંગ્રેસી ઉમેદવારે ખાંડા ખખડાવીને કાયદાકીય લડત આપવાની તૈયારી કરી છે. વોર્ડ નં. 7માંથી ચૂંટણી લડેલા શરીફ નોતીયારે આ અંગે જિલ્લા કલેક્ટર, રાજ્ય ચૂંટણી કમિશ્નર-ગાંધીનગર અને વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. પરિણામે, હવે ગુરૂવારે કોર્ટમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હોવાનું નોતીયારે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.

      ભચાઉ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં રેડ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા દાઢીધારી શખસે મતકુટિરની પાસે જ ઉભા રહીને મતદાનને સતત પ્રભાવિત કર્યું હોવાની વીડિયો ક્લિપ્સ વાયરલ થઇ હતી. આ કિસ્સામાં ‘દિવ્ય ભાસ્કરે’ સતસવિર

      ...અનુસંધાન પાના નં.11





      અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ કચ્છમાં ભારે હોહા મચી ગઇ અને ભાજપ-કોંગ્રેસના જિલ્લા પ્રમુખો હરકતમાં આવી ગયા હતા. ભચાઉમાં વોર્ડ નં. 7માંથી ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર શરીફ નોતીયારે જિલ્લા કલેક્ટરને તેમજ ગાંધીનગર સ્થિત ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરીને ચૂંટાયેલા સદસ્યોને રદ કરવાની માંગણી કરી હતી. આ રજૂઆત પછી પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં હવે ગુરૂવારે કોર્ટમાં ફરિયાદ કરવાનો તેણે નિર્ણય લીધો છે.



    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કલેક્ટરને રજૂઆતથી કાંઇ ન વળ્યું, હવે કાલે કોર્ટમાં ફરિયાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `