Home » Gujarat » Bhuj » Bhachu » ઉનાળાના કપરા દિવસોમાં કચ્છ માટે એક માત્ર આશાનું કિરણ

ઉનાળાના કપરા દિવસોમાં કચ્છ માટે એક માત્ર આશાનું કિરણ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:45 AM

ઉનાળાના કપરા દિવસોમાં કચ્છ માટે એક માત્ર આશાનું કિરણ બનનાર ટપ્પર ડેમમાં નર્મદા નીરને ભરવાનું સોમવારથી શરૂ...

  • ઉનાળાના કપરા દિવસોમાં કચ્છ માટે એક માત્ર આશાનું કિરણ

    ઉનાળાના કપરા દિવસોમાં કચ્છ માટે એક માત્ર આશાનું કિરણ બનનાર ટપ્પર ડેમમાં નર્મદા નીરને ભરવાનું સોમવારથી શરૂ કરાયું છે અને આજે એટલે કે બુધવાર સાંજ સુધી આ પાણી ટપ્પર ડેમમાં પહોંચી આવવાની ધારણા સરદાર સરોવર નિગમ અને જિલ્લાના સિંચાઇ વિભાગના સુત્રોએ વ્યકત કરી છે.

    સિંચાઇ વિભાગના સુપ્રીટેન્ડન્ટ ઇજનેર એન.એમ.કોટવાલે માહિતી આપતાં જણાવ્યું કે નર્મદાની મુખ્ય કેનાલમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદા નીર છોડવાનું શરૂ કરાયું છે. પાણીનો આ જથ્થો મંગળવારની બપોર સુધી ભચાઉ નજીક પહોંચી આવ્યાનું જણાવી સુપ્રીટેન્ડન્ટ ઇજનેરે વધુમાં ઉમેર્યુ કે કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ટપ્પર સુધી પાણીનો જથ્થો પહોંચે તે પૂર્વે તેનું 3 સ્થળે પમ્પીંગ કરવામાં આવશે.

    સ્થાનિક તંત્રવાહકોએ એવી આશા વ્યકત કરી હતી કે ટપ્પર ડેમમાં નર્મદા નીરનો 400થી500 મિલીયન કયુબીક જથ્થો મળવાની હાલ તુરંત સંભાવના છે. હાલમાં મળનારા પાણીને ટપ્પર ડેમમાં સંગ્રહીત કરી રાખી પાણી પુરવઠા વિભાગ જે મુજબની ડિમાન્ડ મુકશે તે મુજબ પાણીનો જથ્થો ફાળવવામાં આવશે તેવુંય સતાવાર સુત્રોએ માહિતી આપતાં ઉમેર્યું હતુ઼.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ