Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » જડશા ગામે કચ્છથી તડીપાર કરાયેલો આરોપી પકડાયો

જડશા ગામે કચ્છથી તડીપાર કરાયેલો આરોપી પકડાયો

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:45 AM

દારૂના ગુનામાં પણ નાસતો ફરતો હતો: સામખિયાળી પોલીસે તેના ઘરમાંથી જ પકડ્યો

  • જડશા ગામે કચ્છથી તડીપાર કરાયેલો આરોપી પકડાયો
    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /સામખિયાળી

    ભચાઉ તાલુકાના જડશા ગામે બે વર્ષ કમાટે કચ્છમાંથી તડીપાર કરાયેલા અને દારૂના ગુનામાં પણ વોન્ટેડ શખસને સામખિયાળી પોલીસે તેના ઘરમાંથી પકડી પાડ્યો હતો.

    આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,સામખિયાળી પોલીસના પીએસઆઇ બી.ડી.ઝીલરીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જડશાગામ તરફ જતાં સામખિયાળી પોલીસમાં ગુના નંબર 5015/18 મુજબ દારૂના ગુનામાં વોન્ટેડ અને ભચાઉના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટે કેસ નંબર 20/2016 જીપી એક્ટ 57(ગ)મુજબ સમગ્ર કચ્છમાંથી તડીપાર કરાયેલો આરોપી માવજી મોતી કોલી જડશા ગામે તેના ઘરે છે તેવી બાતમી મળતાં આ તડીતાર આરોપીને તેના ઘરમાંથી સામખિયાળી પોલીસે પકડી હુકમનો ભંગ કરવા સહિતની કાર્યવાહી કરી છે.

    આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડ કોન્સ્ટેબલ ધ્રુવદેવસિંહ ઝાલા,પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી તથા છગનજી ગણેશજી,અર્જુનસિંહ તેમજ હરેશ બુચિયા જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending