Home » Gujarat » Bhuj » Bhachu » અનુસંધાન

અનુસંધાન

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:45 AM

અનુસંધાન પહેલા પાનાનું ... ચાંદનીની જુદાઈ... ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. સોમવારે સવારે સાંતાક્રુઝ...

 • અનુસંધાન
  અનુસંધાન

  પહેલા પાનાનું ...

  ચાંદનીની જુદાઈ...

  ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

  સોમવારે સવારે સાંતાક્રુઝ સ્મશાનભૂમિમાં શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. આ પૂર્વે અંધેરીના લોખંડવાલા સ્થિત બંગલોમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે, એમ નિકટવર્તી પરિવારજનોએ જણાવ્યું હતું. શ્રીદેવીનો દેહ અનિલ અંબાણી ચાર્ટર પ્લેન મારફત મોડી રાત્રે મુંબઈમાં લાવવામાં આવ્યો હતો.

  દરમિયાન શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળતાં જ રવિવારથી જ તેમના બંગલોની બહાર ચાહકોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. અંધેરીના બંગલોથી સોમવારે સવારે અંતિમયાત્રા નીકળશે, જે સાંતાક્રુઝ સ્મશાનભૂમિ ખાતે લઈ જવાશે.

  ચીન હવે ટેરર...

  ઉપાધ્યક્ષ બની ગયું છે. એફએટીએફના ઉપાધ્યક્ષ બનવા બદલ ભારતે ચીનને શુભેચ્છા પાઠવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટમાં એવી આશા વ્યક્ત કરી છે કે ચીન આ વૈશ્વિક સંસ્થાના ઉદ્દેશો પુરા કરવામાં મદદ કરશે.

  ફ્રાંસની રાજધાની પેરિસમાં 37 દેશોવાળા એફએટીએફની 23મી ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં ચીનને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનનું સદાબહાર મિત્ર ચીન મસૂદ અઝહરને આતંકીઓની યાદીમાં સામેલ કરવાના સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં અવરોધ બનતું રહ્યું છે.

  ભચાઉથી ભુજ...

  કિલોમિટર દુર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 4.1ની આંકવામાં આવી હતી. લોકો રવિવારની રજા માણી રહ્યા હતા ત્યારે એકાએક ભુગર્ભમાં ભેદી અવાજો સાથે ધરતી ધણધણી ઉઠી હતી. વાગડ ફોલ્ટના મોટાભાગના વિસ્તારો ઉપરાંત ભુજ-ગાંધીધામ જેવા શહેરોમાં બહુમાળી ઇમારતમાં રહેતા લોકોએ આ મધ્યમ આંચકાની વિશેષ અનુભુઁતિ કરી હતી.

  26 જાન્યુઁઆરી 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છની ધરતીનું પેટાળ હજુ શાંત પડયું નથી. રોજેરોજ સુક્ષમ તો કયારેક હળવીથી મધ્યમ કક્ષાની ગણી શકાય તેવી તિવ્રતાના આંચકા સમયાંતરે સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થતા રહે છે. ગહન સંશોધન જારી હોવા છતાં આવા આંચકાથી પેટાળની ઉર્જા વિસર્જીત થઇ રહી છે તેમ કહી ભુસ્તરશાસ્ત્રીઓ નજીકના સમયમાં મોટા ભૂકંપની શકયતા ઘટતી હોવાનું જણાવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ