• Gujarati News
  • National
  • ગાંધીધામ અમદાવાદ રેલવે લાઇન પર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

ગાંધીધામ - અમદાવાદ રેલવે લાઇન પર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામથી અમદાવાદને જોડતા રેલવેટ્રેકમાં ભાંગફોડ કરી ટ્રેનને ઉથલાવી પાડવાનુ઼ ષડયંત્ર રચાયાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. ચિરઇ નજીકના રેલવેટ્રેક પર તૈનાત ગેટમેનની સતર્કતાના કારણે રેલવે અકસ્માત સર્જાવાની મોટી ઘાત ટળી ગઇ હતી.

ગાંધીધામના અેરિયા રેલવે મેનેજર કુશાગ્ર મિતલે માહિતી આપતા઼ કહ્યું કે રવિવારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ભચાઉથી ચિરઇને જોડતા રેલવેટ્રેક પર 211 નંબરના લેવલ ક્રોસીંગ ગેટમાં ભચાઉ તરફ જતા ટ્રેક પર દોઢ મિટર લાંબો સિમેન્ટ બ્લોક અને લોખંડના સળિયા પડેલા જોવા મળ્યા હતા. જે રીતે આ સિમેન્ટનો બીમ બ્લોક અને સળિયા પડેલા હતા તે જોતાં કોઇએ આયોજનબધ્ધ રીતે ટ્રેકને નુકશાન પહોંચાડી અહીથી પસાર થનારી ટ્રેનને ઉથલાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હોય તેવી શકયતાને નકારાતી નથી.

આ ટ્રેક પર ગેટમેન તરીકે ફરજ બજાવતા સુધીર કુમારે સમયસુચકતા દેખાડી ઉચ્ચ સતાધીશોનું ધ્યાન દોરતાં રેલવે પ્રશાસન ઉપરાંત રેલવે પોલીસ ફોર્સના જવાબદારો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ટ્રેક પર પડેલી આ વસ્તુને દુર કરી પરિવહનને નિયમીત બનાવ્યું હતું.

આ બાબત ધ્યાને ચડતાં ટ્રેક પરનો રેલવે વ્યવહાર બંધ કરી દેવાયો હતો. સદભાગ્યે અહીથી થોડા સમય બાદ બેરલી ટ્રેન પસાર થવાની હતી ત્યારે જોઆ વાત પહેલે ધ્યાને આવી ન હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત.

રેલવે પ્રશાસને પેટ્રોલીંગ વધારી તપાસને આગળ ધપાવી
એઆરએમ મિતલે જણાવ્યું કે આ ઘટના ઘટયા બાદ રેલવે પ્રશાસને આ ટ્રેક પર પોતાનું પેટ્રોલીંગ વધારી દીધું છે સાથો સાથ આસપાસ રહેતા લોકો પાસેથી ટ્રેક પર પડેલી વસ્તુ કોણે અને કેવી રીતે રાખી તેની પાછળનો શું ઇરાદો હોઇ શકે તે જાણવા સહિતની બાબતે તપાસ આગળ ધપાવી છે.

થોડા સમય પહેલાં આ જ ટ્રેકને નુકસાન પહોંચાડયું હતું
થોડા સમય પહેલાં ભચાઉથી ચિરઇના આ જ ટ્રેક પર ભાંગફોડનો પ્રયાસ કરી ટ્રેકને નુકશાન પહોચાડાયું હતું. ફરી પાછો આવજ રેલવે ટ્રેક નિશાન બનતાં રેલવે તંત્રે આ બનાવને અતી ગંભરીતાથી લીધો છે.