ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» લોકશાહી શર્મસાર|મતકુટિરમાં જ મતદાર-મતદાનને પ્રભાવિત કરવાની ઘટના

    લોકશાહી શર્મસાર|મતકુટિરમાં જ મતદાર-મતદાનને પ્રભાવિત કરવાની ઘટના

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 02:45 AM IST

    ભચાઉ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતદાન અને મતદાતાને પ્રભાવિત કરાઇ રહ્યા હોવાની વીડિયો...
    • લોકશાહી શર્મસાર|મતકુટિરમાં જ મતદાર-મતદાનને પ્રભાવિત કરવાની ઘટના
      લોકશાહી શર્મસાર|મતકુટિરમાં જ મતદાર-મતદાનને પ્રભાવિત કરવાની ઘટના

      ભચાઉ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતદાન અને મતદાતાને પ્રભાવિત કરાઇ રહ્યા હોવાની વીડિયો ક્લિપ્સના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ કિસ્સામાં કાઉન્ટિંગ પતી ગયું હોવાથી હવે પોતે કાંઇ જ કરી ન શકે એવું નિવેદન જિલ્લા કલેક્ટરે આપ્યું હતું. પણ, કાયદાના નિષ્ણાંતો કહે છે કે, એવું નથી. કલેક્ટર પોતે જિલ્લા ચૂંટણી અધિકારી છે અને એ ધારે તો પોતે પણ કોર્ટમાં સુઓમોટો દાખલ કરી શકે છે.

      ગાંધીધામના જાણીતા એડવોકેટ દિલિપ જોષીને આ વાયરલ વીડિયો ક્લિપ અંગે ‘દિવ્ય ભાસ્કરે’ પૂછતાં તેમણે કહ્યું કે, મેં એ વીડિયો જોયો નથી. હાલમાં હું બહારગામ છું. પણ, આ પ્રકારના કેસમાં કલેક્ટર ધારે તો સુઓમોટો કાર્યવાહી કરી શકે છે.

      જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મંગળવારે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, ‘કાઉન્ટિંગ પુરૂં થઇ ગયું હોવાથી હવે હું આમા કાંઇ કરી ન શકું. કોર્ટમાં જ ફરિયાદ થઇ શકે અને કોર્ટના હુકમ મુજબ આગળની કાર્યવાહી થાય.’ કલેક્ટરના આ નિવેદન સામે કાયદા નિષ્ણાંતનો મત જુદો પડતાં મામલો ગરમાયો છે. ભચાઉ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 7ના એક મતદાન મથકમાં મતકુટિર પાસે જ ઊભા રહીને લાલ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દાઢીધારી યુવક મતદાતા અને મતદાનને પ્રભાવિત કરતો રહ્યો હતો. આ ઘટનાની ચાર-ચાર વીડિયો ક્લિપ્સ જાહેર થઇ અને ‘દિવ્ય ભાસ્કર’માં તેનો સતસવિર અહેવાલ પ્રસિદ્ધ થયા પછી રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લોકશાહી શર્મસાર|મતકુટિરમાં જ મતદાર-મતદાનને પ્રભાવિત કરવાની ઘટના
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `