ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» બાનિયારીના સરપંચે હુમલાની દુધઇ પોલીસમાં કર રજુઆત

    બાનિયારીના સરપંચે હુમલાની દુધઇ પોલીસમાં કર રજુઆત

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 02:45 AM IST

    ભચાઉ તાલુકાના બાનિયારી ગામના સરપંચ રૂપાભાઇ પાંચાભાઇ આહિરે દુધઇ પોલીસમાં મંગળવારે પોતા ઉપર પાંચ લોકોએ હુમલો...
    • બાનિયારીના સરપંચે હુમલાની દુધઇ પોલીસમાં કર રજુઆત
      બાનિયારીના સરપંચે હુમલાની દુધઇ પોલીસમાં કર રજુઆત
      ભચાઉ તાલુકાના બાનિયારી ગામના સરપંચ રૂપાભાઇ પાંચાભાઇ આહિરે દુધઇ પોલીસમાં મંગળવારે પોતા ઉપર પાંચ લોકોએ હુમલો કર્યો હોવાની રજુઆત કરી હતી.

      આ બાબતે રૂપાભાઇ આહીરે દુધઇ પોલીસને કરેલી રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે,બાનિયારી,કડોલ અને દુધઇના અમુક વિસ્તારોમાં મીઠાના અગર કરી દબાણો ઉદ્યોગપતિ દ્વારા કરાઇ રહયા હોવાથી આ દબાણો તાત્કાલિક દુર કરવા મેં તંત્રમાં અરજીઓ કરી હતી તેનું મનદુ:ખ રાખી મંગળવારે સાંજે હું બાનિયારીથી બુઢારમોરા જઇ રહ્યો હતો ત્યારે ફોર્ચયુનર ગાડીમાંથી પાંચ વ્યક્તિઓ હથિયાર સાથે ઉતરી મારુ ગળું પકડી ગાડી સાથે પછાડી જાનથી મારીનાખવાની ધમકી આપી તું બાબુભીમાને ઓળખતો નથી તેની પહોંચ મોટી છે તેમ જણાવ્યું હતું આ હુમલો કરનારામાં ટપ્પરના રહેવાસી શંભુ નારાણ ગોગરા અને ભીમાસરના હિરેન જખુ હુંબલ સાથે અન્ય અજાણ્યા ત્રણ શખસો હોવાનું બાનિયારીના સરપંચ રૂપાભાઇએ દુધઇ પોલીસમાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતુ઼.

      આ બાબતે દુધઇ પોલીસના જે.એચ.ગઢવીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે,બાનિયારીના સરપંચે રજુઆત કરી છે હજી પાકી ફરિયાદ નો઼ધાઇ નથી પરંતુ રજુઆતના આધારે તપાસ કરવામાં આવશે જો કંઇ જણાશે તો કાર્યવાહી કરાશે.

      ગાંધીધામના ઉદ્યોગપતિએ કરેલા મીઠાના અગરના દબાણો બાબતે કરેલા દબાણોની ફરિયાદનું મનદુ:ખ રાખી હુમલો થયો હોવાની કરી રજુઆત

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાનિયારીના સરપંચે હુમલાની દુધઇ પોલીસમાં કર રજુઆત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `