Home » Gujarat » Bhuj » Bhachu » રોંગ સાઇડમાં આવતા વાહનોથી મોટા અકસ્માતની ભીતિ

રોંગ સાઇડમાં આવતા વાહનોથી મોટા અકસ્માતની ભીતિ

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 02:40 AM

ભચાઉ-કંડલા હાઇવે પર જૂની મોટી ચીરઇ પાસેના રેલવે બ્રીજ પર છેલ્લા કેટલાક સમયથી સમારકામ ચાલી રહ્યુ છે જે ધીમું...

  • રોંગ સાઇડમાં આવતા વાહનોથી મોટા અકસ્માતની ભીતિ
    ભચાઉ-કંડલા હાઇવે પર જૂની મોટી ચીરઇ પાસેના રેલવે બ્રીજ પર છેલ્લા કેટલાક સમયથી સમારકામ ચાલી રહ્યુ છે જે ધીમું હોવાના કારણે સીક્સ લેન હાલે બે માર્ગીય બની ગયો છે. આ સ્થિતિમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઇ છે. આ ઉપરાંત રોંગ સાઇડમાંથી વાહનો નીકળતાં હોવાના કારણે મોટો અકસ્માથ થવાની ભીતિ છે.

    દિવસભર ચાલતાં ધીમી ગતિના કામના કારણે ગાંધીધામ તરફ જતા વાહનોની લાંબી કતાર લાગી જાય છે જેનાથી બચવા કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડમાં ડ્રાઇવ કરતા હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત થવાનસ સંભાવના છે. સામખિયાળી ટોલ ગેટ પર ટેક્સ વસૂલતી એલ એન્ડ ટી કંપની દ્વારા ચાલી રહેલાં કામ માટે કોઇ દરકાર ન લેવાતી હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે. દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ આ દિશામાં કોઇ પગલાં લેવાતા ન હોવાથી ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા રૂપ બની રહી છે. સૂત્રોનું માનીએ તો બે દિવસ પહેલાં ગાંધીધામ તરફ દર્દીને લઇ જતી એક એમ્બ્યૂલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઇ ગઇ હતી. પ્રશ્નના નિરાકરણ માટે જવાબદારો યોગ્ય કરે તેવું વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે.

    ચીરઇ રેલવે બ્રીજ પર ચાલતા ધીમા કામથી ટ્રાફિક જામ થાય છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ