Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉ : મતદાન પ્રભાવિત કરનારા પર કાર્યવાહી થશે જ

ભચાઉ : મતદાન પ્રભાવિત કરનારા પર કાર્યવાહી થશે જ

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 02:40 AM

Bhachu News - ભચાઉમાં ગત મહિને યોજાનારી ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7માં મતદાન પર સતત એક વ્યક્તિ પ્રભાવિત કરતો રહ્યો હોવાનો વીડિયો...

 • ભચાઉ : મતદાન પ્રભાવિત કરનારા પર કાર્યવાહી થશે જ
  ભચાઉમાં ગત મહિને યોજાનારી ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 7માં મતદાન પર સતત એક વ્યક્તિ પ્રભાવિત કરતો રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ કચ્છ કલેકટરે પોતે અામાં કાંઇ ન કરી શકે એમ કહીને હાથ ઉંચા કરી દીધા બાદ હવે બોલ ફરીથી તેમની કોર્ટમાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે આ મામલે થયેલી ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવા કચ્છના કલેકટરને જ આદેશ કરતા હવે આગામી દિવસોમાં કાંઇક નવાજૂની થવાની શકયતા દેખાઇ રહી છે.

  આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણી લડનારા શરીફ લતીફભાઇ નોતીયારે ચૂંટણી વખતે મતદાન મથકમાં થયેલી ગુંડાગીર્દી, ધાકધમકીથી થયેલ મતદાન સહિતના કારણો દર્શાવીને ચૂંટણી રદ્દ કરવા, જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ વોર્ડના ચૂંટાયેલા સદસ્યોને રદ્દ કરવા જેવી રજૂઆતો રાજ્ય ચૂંટણી આયોગને કરી હતી. આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યા બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહને એવો જવાબ આપ્યો હતો કે હવે ચૂંટણી પૂરી થઇ ગઇ હોવાથી અદાલતમાં જ આ મામલો નિપટાવી શકાય અથવા તો રાજ્ય ચૂંટણી આયોગ કંઇક કરી શકે એમ કહીને તેમણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મારાથી હવે કંઇ નહીં થાય. તેમના કાર્યકાળ દરમિયાન લોકશાહીને લાંછન લાગે એવી ઘટના ઘટી હોવા છતાં તેમણે કોઇ ભેદી મજબૂરીથી હાથ ઉંચા કરી દીધા હતાં. જોકે, જે વોર્ડમાં આ બનાવ બન્યો હતો ત્યાંથી ચૂંટણી લડતા શરીફ નોતિયારે રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરતા આયોગે તેને ગંભીરતાથી લઇને જિલ્લા ચૂંટણી અધિકારીની રૂએ કલેકટરને આ બનાવમાં યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.

  કલેકટરની સામે કાયદાવિદ્દ સાચા ઠર્યા

  આ મામલે દિવ્ય ભાસ્કરે ગત તા. 21 ફેબ્રુઆરીના જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે વાત કરી હતી ત્યારે તેમણે એમ કહ્યું હતું કે મતગણતરી પૂરી થઇ ગઇ હોવાથી હવે પોતે કંઇ ન કરી શકે. તેની સામે ગાંધીધામના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ જોશીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે કલેકટર કંઇ ન કરી શકે એ વાત માની શકાય એમ નથી. તેઓ ધારે તો સુઓમોટો પણ કંઇક કરી શકે. હવે જ્યારે ચૂંટણી આયોગે પણ કલેક્ટરને કાર્યવાહી કરવાની સૂચના આપતા કાયદાવિદ્દની વાત સાચી પડી છે.

  બીજી પણ બે રજૂઆતમાં કલેકટરે નિર્ણય લેવો પડશે

  ભચાઉમાં સરાજાહેર ચૂંટણીને પ્રભાવિત કરતા લોકો સામે કોઇ પગલાં ન લેવાયા બાદ આયોગે કલેકટરને કાર્યવાહી કરવા કહ્યું છે તેમ 2016માં થયેલી બિટ્ટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘાલમેલ કરનારા સામે લહેરી લધારામ ગરવાએ કરેલી ફરિયાદ તથા અંકિત બોરીચાએ મુખ્ય નિર્વાચન અધિકારીને કરેલા ઇમેલ ઉપર પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

  ભચાઉમાં શું થઇ શકે ω?

  ભચાઉમાં જો કલેકટર નિર્ભિકપણે કાર્યવાહી કરે તો વોર્ડ નં. 7ની ચૂંટણી રદ થઇ શકે અને ત્યાંથી ચૂંટાયેલા સદસ્યો ગેરલાયક ઠરી શકે. જો આવું થાય તો માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપ જાડેજાની સભ્યતા પણ રદ થઇ શકે. તેઓ હાલમાં જ પાલિકાના પ્રમુખપદે પણ ચૂંટાયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ