Home » Gujarat » Bhuj » Bhachu » ‘વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ભાગવત્ વાંચનમાં છે’

‘વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ભાગવત્ વાંચનમાં છે’

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:40 AM

સામખિયાળીના સંત સંધ્યાગીરીજીબાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય અને ગૌશાળાના લાભાર્થે હરિદ્વારમાં ગંગા ઘાટે શ્રીમદ્દ...

  • ‘વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ભાગવત્ વાંચનમાં છે’
    સામખિયાળીના સંત સંધ્યાગીરીજીબાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય અને ગૌશાળાના લાભાર્થે હરિદ્વારમાં ગંગા ઘાટે શ્રીમદ્દ ભાગવત્ કથા યોજાઇ હતી જેમાં જિલ્લામાંથી અને જિલ્લા બહારથી પણ ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

    કથાકાર દિનેશ રાવલના વ્યાસાસને યોજાયેલી કથામાં તેમણે શ્રીમદ્દ ભાગવતના વાંચનમાં વિશ્વની તમામ સમસ્યાઓના સમાધાનની તાકાત હોવાનું જણાવ્યું હતું. ભાગવતના દરેક અધ્યાયમાં વિજ્ઞાનના ગૂઢ રહસ્યો છૂપાયેલાં છે. ગર્ભ સંસ્કારથી માંડીને શાસ્ત્રો-શસ્ત્રો, માનવશરીર, અંતરિક્ષ સહિતની તમામ બાબતોનું તેમાં વર્ણન છે.

    વિજ્ઞાન જે આજે બતાવે છે તે ભાગવતજીએ 5000 વર્ષ પહેલાં ઉલ્લેખ્યું છે. તેમણે ગૌવિજ્ઞાન સાથે જોડાયેલી રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે, ગાય અને પૃથ્વીનો ગાઢ સંબંધ છે. જો કોઇ વ્યક્તિ ગાયના જમણા કાનમાં આસ્થાપૂર્વક પોતાની સાત્વિક ઇચ્છાઓ બોલે તો તે સંપૂર્ણપણે પૂરી થાય છે.

    વેદનિકેતનમાં યોજાયેલી આ કથામાં મહંત ભગવતગીરીબાપુ, શાસ્ત્રી વિપુલભાઇની આગેવાની હેઠળ પ્રભુલાલ ઠક્કર, કાનાભાઇ ચાવડા, બકાભાઇ દરજી, બાલુભાઇ મણોદરા, કાનાભાઇ ડાંગર, મહેશ ઠક્કર, કાનજી સોઢાવીયા, કેશવજી ગાલા, દિનેશ આહિર, શંભુ આહિર સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending