ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ‘બનિયારીમાં મહીલા PSI કારમાં આવી ધમકાવી ગયા’: ઉપસરપંચ

    ‘બનિયારીમાં મહીલા PSI કારમાં આવી ધમકાવી ગયા’: ઉપસરપંચ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 02:40 AM IST

    બાનિયારી ગામના મહીલા ઉપસરપંચે બાનિયારી ગામમાં ભચાઉના મહીલા પીએસઆઇ પ્રાઇવેટ કારમાં આવી ગ્રામજનોને ધમકાવી ગયા...
    • ‘બનિયારીમાં મહીલા PSI કારમાં આવી ધમકાવી ગયા’: ઉપસરપંચ
      ‘બનિયારીમાં મહીલા PSI કારમાં આવી ધમકાવી ગયા’: ઉપસરપંચ
      બાનિયારી ગામના મહીલા ઉપસરપંચે બાનિયારી ગામમાં ભચાઉના મહીલા પીએસઆઇ પ્રાઇવેટ કારમાં આવી ગ્રામજનોને ધમકાવી ગયા હોવાના લખેલા પત્રએ ચકચાર મચાવી છે.

      બાનિયારી ગામના મહિલા સરપંચ બધીબેને લખેલા આ પત્રમાં જે વિગતો લખી છે તેમાં ચોખ્ખો આક્ષેપ કરાયો છે કે ઉદ્યોગપતિના ઇશારે પોલીસ લાજવાને બદલે ગાજી રહી હોય તેવો તાલ ઉભો થઇ રહ્યો છે તેમણે પત્રમાં લખેલી ચોંકાવનારી વિગતો મુજબ ભચાઉ પોલીસના મહિલા પીએસઆઇ રેખાબેન સિસોદિયા બુધવારેપ્રાઇવેટ કાર જે માથાભારે શખસ શંભુનારાણની કાળા કલરના કાચ વાળી જીજે-12-ડીએ-4054 નંબરની ઇનોવામાં આવી ગામલોકોને બિવડાવી ધાકધમકી કરી હતી જેનાથી ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો છે આ કાળા કલરના કાચ લાગેલી ગાડીમાં અજાણ્યા શખસો પણ બેઠેલા હતા.

      અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ બાનિયારી ગામના સરપંચે દુધઇ પોલીસમાં રજુઆત કરી હતી કે બાનિયારી નજીક મે ઉદ્યોગપતિ સામે મીઠાના પ્લોટમાં કરાયેલા દબાણ અંગેની ફરિયાદો કરી છે તેનું મનદુખ રાખી મારા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદો પાછી ખેંચવા દબાણ કરાયું હતું અને બાબુ ભીમા પહોંચેલ વ્યક્તિ છે તેવી ધમકી પણ અપાઇ હતી ત્યારબાદ બાનિયારી ગામના સરપંચ વિરૂધ્ધ શંભુ નારાણે મીઠાના પ્લોટમાં આવી મજુરોને બાનમાં લઇ ખંડણી માગી હોવાની ફરિયાદ પણ ભચાઉ પોલીસમાં થઇ હતી અને આ ફરિયાદ બાદ મહિલા પીએસઆઇ આ રીતે પ્રાઇવેટ કારમાં ધાકધમકી આપી હોવાનો બાનિયારી ગામના મહીલા ઉપસરપંચે પત્ર લખતાં ચકચાર મચી જવા પામી છે અને આ હાઇપ્રોફાઇલ સોલ્ટ વોરમાં પોલીસની ભુમીકા શું છે તેની સામે સવાલો ઉઠવા પામ્યા છે.

      મહીલા પીએસઆઇ સાથે આવેલો શખસ કોણ?

      બાનિયારી ગામના મહિલા ઉપસરપંચના પતિ રામા જીવાના જણાવ્યા પ્રમાણે મહિલા પીએસઆઇ રેખાબેન સિસોદિયા સાથે પ્રાઇવેટ કારમાં એક શખસ હતો અને પીએસઆઇને તેણે એમ જણાવ્યું કે મને આ રૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને આ બાબતે નિવેદન પીએસઆઇએ લીધા હતા ત્યારે આ શખસ કોણ છે અને ઉપસરપંચના જણાવ્યા પ્રમાણે જે રૂમમાં શખસે ગોંધી રાખવાની વાત કરી તે રૂમ ઘણા સમયથી બંધ જ છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ‘બનિયારીમાં મહીલા PSI કારમાં આવી ધમકાવી ગયા’: ઉપસરપંચ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top