તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 124 કર્મચારીઓની એક સાથે બદલીથી કચ્છની પંચાયતી કચેરીઓમાં પડયો સોપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

124 કર્મચારીઓની એક સાથે બદલીથી કચ્છની પંચાયતી કચેરીઓમાં પડયો સોપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા વિકાસ અધિકારીએ સોમવારના જુદી જુદી શાખાઓમાં એક સાથે 124 કર્મચારીઓની બદલીના હુકમો કર્યા હતા. જેથી પંચાયતી કચેરીઓમાં સન્નાટો છવાઇ ગયો હતો.

જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે અગાઉ એક સાથે 85 જેટલા તલાટીઓની બદલીના ઓર્ડર કર્યાની ચર્ચાઓ હજુ સમી નથી ત્યાં સિંચાઇ શાખામાં 3, બાંધકામ શાખામાં 10, હિસાબી શાખામાં 8, આરોગ્ય શાખામાં 5, ખેતી શાખામાં 30, પશુપાલન શાખામાં 10, શિક્ષણ શાખામા 12, ગ્રામ પંચાયતના 38 તલાટીઓ, 13 સિનિયર ક્લાર્ક અને 7 મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ ચીટનીશની આંતરીક બદલીના હુકમો કર્યા હતા. જેથી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત કચેરીમાં સન્નાટો છવાઇ ગયો હતો.

હેડ ક્લાર્ક એસ.સી. ભટ્ટને મહેકમ શાખામાંથી શિક્ષણ શાખામાં, કે.એસ. ગણાત્રાને હિસાબી શાખામાંથી વિકાસ શાખામાં મૂકાયા હતા. જ્યારે સિનિયર ક્લાર્ક આર.સી. સોનીને વિકાસ શાખામાંથી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં, બી.એચ. ઠક્કરને જિ.પં.ની શિક્ષણ શાખામાંથી અંજાર તા. પં.ની આઇઆરડીપીમાં, આર.કે. વ્યાસને અંજાર તા.પં.ની આઇઆરડીપીમાંથી અંજાર સિંચાઇ પેટા વિભાગમાં, વાય.જે. દવેને અંજાર સિંચાઇ પેટા વિભાગમાંથી ભચાઉ તા.પં.માં, જે.કે. પટેલને ભચાઉ તાલુકા પંચાયતમાંથી ભચાઉ બાંધામ પેટા વિભાગમાં, ડી.પી. ઠક્કરને ભચાઉ બાંધકામ પેટા વિભાગમાંથી ભુજ બાંધકામ પેટા વિભાગમાં, વી.બી. ગોરને જિલ્લા પંચાયતની સિંચાઇ શાખામાંથી ભુજ સિંચાઇ પેટા વિભાગમાં, આર. એમ. રબારીને ભુજ સિંચાઇ પેટા વિભાગમાંથી જિલ્લા પંચાયત સિંચાઇ શાખામાં, એન.એસ. પરમારને નખત્રાણા બાંધકામ પેટા વિભાગમાંથી નખત્રાણા તા.પં. આઇઆરડીપીમાં, એ.એફ. ચાવડાને નખત્રાણા તા.પં. આઇઆરડીપીમાંથી નખત્રાણા બાંધકામ પેટા વિભાગમાં, જી.એન. ચૌહાણને માંડવી બાંધકામ પેટા વિભાગમાંથી માંડવી સિંચાઇ પેટા વિભાગમાં, કે.ટી. જાનીને માંડવી સિંચાઇ પેટા વિભાગમાંથી માંડવી બાંધકામ પેટા વિભાગમાં, એસ.જી. ઠક્કરને મુન્દ્રા તા. પં. આઇઆરડીપીમાંથી જિ.પં.ની બાંધકામ શાખામાં મૂકાયા હતા.

અલગ અલગ શાખાના હેડ અને સિનિયર ક્લાર્ક ક્યાંથી ક્યાં મૂકાયા

મદદનીશ TDO અને નાયબ ચીટનીસની પણ તાલુકા બહાર બદલાયા

મદદનીશતાલુકા વિકાસ અધિકારી આર. એન. દેશમુખને અબડાસાથી નખત્રાણા, એસ.પી. રાઠોડને નખત્રાણાથી ભુજ, એચ.એફ. ભટ્ટીને ભુજથી મહેકમ શાખામાં, કે. કે. પંડ્યાને અંજારથી અબડાસામાં બદલવામાં આવ્યા હતા. જ્યારે આર.વી. છાયાને શિક્ષણ શાખામાંથી ગાંધીધામ તાલુકા પંચાયતમાં નાયબ ચીટનીશ તરીકે મૂકાયા હતા.

એકપણ સેજો તલાટીઓ વગરનો નહી

દસેદસતાલુકાઓમાં કુલ 38 તલાટીઓ બદલ્યા હતા અને એકેય સેજો તલાટી વગરનો રહે તેનું ધ્યાન રખાયું હતું. ભુજમાં 9, અંજારમાં 6, મુન્દ્રા અને અબડાસામાં 5, માંડવીમાં 4, ભચાઉ અને રાપરમાં 3, ગાંધીધામ અને લખપતમાં 2, નખત્રાણમાં 1 તલાટીની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થઇ હોવાના હેવાલ છે. જેમાં ભુજમાં 8 સામે 9, અંજારમાં 6 સામે 5, રાપરમાં 2 સામે 3, અબડાસામાં 5 સામે 4ની બદલી બોલે છે.

તાલુકા અને જિલ્લા પંચાયતની સિંચાઇ, બાંધકામ, હિસાબી, આરોગ્ય, ખેતી, પશુપાલન, શિક્ષણ શાખામાં સપાટો

1 નાયબ ચીટનીશ, 4 મદદનીશ ટીડીઓ, 2 હેડ કલાર્ક, 13 સિનિયર ક્લાર્ક, 38 તલાટીઓનો સમાવેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો