તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વજેપર હત્યા કેસમાં ભાગેડુ કાના ગોહિલનું નામ સપાટી પર આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વજેપર હત્યા કેસમાં ભાગેડુ કાના ગોહિલનું નામ સપાટી પર આવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉતાલુકાના સુખપર ખાતેથી શખ્સનું અપહરણ કરી વજેપરની સીમમાં તેનું ઢીમ ઢાળી લાશને દાટી દીધા બાદ લાંબા ગાળે ઝડપાયેલા સૂત્રધારે હત્યા માટે કાના ગોહિલ ઉપરાંત એક શખ્સે સોપારી આપ્યાનું કબૂલી લીધું હતું. પીપરાળા ત્રિપલ હત્યા કેસના મોસ્ટ વોન્ટેડ એવા સૂત્રધારનું હત્યાના વધુ એક બનાવમાં પણ નામ સંડોવાતાં તેને ફરતે ગાળિયો વધુ કસાયો હતો.

અમદાવાદ ખાતેથી ઝડપી લેવામાં આવેલા વજેપર હત્યાકાંડના સૂત્રધાર હંસરાજ ડાયા કોલીએ રિમાન્ડ દરમિયાન એવી કેફીયત આપી હતી કે, સુખપરના નાગજી ભુરા કોલીને ખતમ કરવા તેને ખેડૂકાવાંઢના કાના ભીખા ગોહિલ અને જેસડાના ઇન્દુભા જાડેજાએ સોપારી આપી હતી, તેથી તેને બોલેરોમાં ઉઠાવી લઇ તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. અપહરણ અને હત્યામાં વપરાયેલી જીપ તેણે જૂનાગઢ બાજુના રફીક બાપુને 45,000માં વેચી નાખી હોવાનું જણાવ્યું હતું. નવા ખુલાસામાં ત્રિપલ મર્ડના વોન્ટેડ આરોપી કાના પરનો ગાળિયો કસાવા સાથે નવા શખ્સનું નામ પણ આવતાં તે સંબંધે પણ તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો