તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉ ખાતે યોજાનારી ભાગવત કથા માટે મંડપનું ભૂમિપૂજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ ખાતે યોજાનારી ભાગવત કથા માટે મંડપનું ભૂમિપૂજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાગવતાચાર્યરમેશભાઇ ઓઝાના વ્યાસસ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સંવાદ શ્રીકૃષ્ણ સાથેનો’નું આયોજન કાર્તિક સુદ ત્રીજ તા.2/11ના ભચાઉમાં બંગારી પરિવાર તરફથી કરવામાં આવ્યું છે, જે આયોજન માટે મંડપનું ભૂમિપૂજન જિજ્ઞેશભાઇ ગિરીશભાઇ બંગારીના હાથે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં મુંબઇથી આવેલા બંગારી પરિવારના સર્વે સદસ્યો તથા રમેશભાઇ ગોઠી, મૂરજીભાઇ નોર, મુંબઇથી અન્ય વાગડ પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ટીનુ મારાજ જોષી (વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજના ઉપપ્રમુખ)એ સંભાળી હતી તથા આગામી આયોજનની વ્યવસ્થા માટે અંબાધામ-ભચાઉ મુકામે શહેરના આગેવાનોની બેઠક યોજાઇ હતી, જેમાં પોરબંદરથી સાંદિપની આશ્રમના હાર્દિકભાઇ ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉના અગ્રણી આગેવાનો અવિનાશભાઇ જોષી, હર્ષદભાઇ ઠક્કર, વનરાજસિંહ ઝાલા, રાજેન્દ્રભાઇ ઠક્કર, રમેશભાઇ પઢારિયા, જીલુભા જાડેજા, મહેશ મારાજ, ચંદ્રેશભાઇ સુથાર, પપ્પુ મારાજ, ગંભીરસિંહ જાડેજા, જેઠાભાઇ રાવત, વાઘજીભાઇ પટેલ તથા અન્ય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રૂપરેખા કેતનભાઇ દવે (રાજકોટવાળા) દ્વારા સમજાવવામાં આવી હતી. ભૂમિપૂજનના કાર્યક્રમની શાસ્ત્રોક્તવિધિ મુંબઇના પંડિત સંજય ઘનશ્યામ પંડ્યા તથા પં. ચિંતનભાઇ જોષીએ કરાવી હતી અમિતભાઇ જોષી હાજર રહ્યા હતા.

મંડપનું ભૂમિપુજન કરતાં મુંબઇથી આવેલા આયોજક પરિવારના સભ્યો.

વિધિ વિધાન સાથે મંગલાચરણ

નવેમ્બર માસમાં યોજાનારી કથા માટે તૈયારી શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો