તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં 122 સિદ્ધતપના તપસ્વીઓના પારણા થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં 122 સિદ્ધતપના તપસ્વીઓના પારણા થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારશ્વેતાંમ્બર,મુર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. જેમાં તપસ્વીઓના પારણા કરાવાયા તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા શહેરમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં જૈન સમુદાય ઉમટયો હતો.

આધ્યાત્મ યોગી કલાપૂર્ણસુરીશ્વરજી મ.સા.ના આશિષથી અને આચાર્ય વિજય કલાપ્રભ સુરીશ્વર મ.સા.અને આચાર્ય કલ્પતરૂ સુરીશ્વર મ.સા ની નિશ્રામાં 122 જેટલા તપસ્વીઓના પારણા અને તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તપસ્વીઓને પારણા કરાવવાનો લાભ કોકીલાબેન શાહ પરિવારના કૌશલ શાહ, પ્રકાશ ગાંધી તેમજ તેમના કુટુંબીઓના ફાળે ગયો હતો.બાદ શહેરમાં તપસ્વીઓનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો.અને તેમનો બહુમાન કરવાનો યશ હંસાબેન મહેતા પરિવારે ઉઠાવ્યો હતો. કાર્યક્રમમાં સાધ્વી હંસકીર્તિજી મ.સા.ની 335મી ઓળી અને સાધ્વી હંસમગ્ના મ.સા.ના માસક્ષમણનો લાભ અંજારને મળ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંજાર જૈન સંઘે જહેમત ઉઠાવી હતી.

પારણાનો પ્રસંગ ઉજવાયો

શોભાયાત્રામાં દેશ દેશાવરથી જૈન સમુદાય ઉમટયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો