• Gujarati News
  • ચોબારી દારૂ કેસમાં ભાજપ ઉપપ્રમુખ રિમાન્ડ પર

ચોબારી દારૂ કેસમાં ભાજપ ઉપપ્રમુખ રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનજીક ચોબારી ગામે તાલુકા ભાજપ ઉપપ્રમુખની વાડીમાંથી પોલીસે બાતમીના આધારે 25 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે ભાજપી આગેવાન સહિત બે શખ્સની ધરપકડ કરી હતી. જેને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરતાં ન્યાયધીશે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે મુખ્ય આરોપી શિવરાજસિંહને શોધવા પોલીસે પાટણ તરફ તપાસ લંબાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ચોબારીથી કડોલ તરફ જતાં માર્ગ પર આવેલી માજી સરપંચ પતિ વેલજી જગા આહિરની વાડીમાં પોલીસે છાપો મારી ટ્રક ડ્રાઇવર દલપતસિંહ ભવાનીસિંહ પઢિયાર અને વાડીમાલિકને દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. જેને રવિવારના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે એલસીબીએ રજૂ કર્યા હતા. ન્યાયધીશે બન્નેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે જથ્થો મગાવનારા શિવરાજસિંહ શેખાવતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસના અતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીના ફોન કોલ ડિટેઇલ્સ મેળવતાં લોકેશન પાટણ જિલ્લા તરફનું નીકળ્યું છે, જેથી એલસીબીની એક ટીમ રવિવારના બપોર બાદ તપાસ અર્થે પાટણ તરફ રવાના થઇ ગઇ છે.

દારૂમાં પકડાયેલા આરોપી.

{ મુખ્ય આરોપીને શોધવા એલસીબીની તપાસ પાટણ તરફ