• Gujarati News
  • સતત પ્રવાસી \"કાન’ ખાનજી સોલંકી

સતત પ્રવાસી \"કાન’ ખાનજી સોલંકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત પ્રવાસી \\\"કાન’ ખાનજી સોલંકી

બહેન... ક્યાંની આપું ω..એ દાદા... શહેર આવશો. ભાઇ.. સહેજ આગળ ચાલો, દીકરી... જરાક જગા કરી આપને... અને રણઝણતી ઘંટડી, પંચરની મીઠી ટકટકનો લયબદ્ધ ધ્વનિ, મોટાભાગે ખાખી યુનિફોર્મ, સતત ઘોંઘાટ, સ્વજનોની ભીડ, સામાનની સહન કરાતી સંળકાશ, છાપાં અને પાસે બેસીને દોડતાં વૃક્ષો સાથે વાતો કરતા મુસાફરો... એજ રસ્તા, એજ રૂટ, એજ બસ, એજ સ્ટોપ... દૃશ્યનું વર્ણન મગજમાં ઝબકારો કરી ગયું ને તો સતત... આઠ પગે યાત્રા કરતા પ્રવાસી એટલે ડ્રાયવર્સ અને કંડકટર્સ.. પૈડાં ગાડીના અને બે પગ પર દોડતી જિંદગી.. ઘરે જો છાપું વાંચવુ હોય કે પત્ર લખવો હોય તો હીંડોળા હે હીંચકા પર ફાવે એમ લયબદ્ધ સતત હાલક ડોલક થતાં કંડકટરની નોકરી નહીં પણ પ્દરરોજ મહેમાનોને લાવતા અને મૂકવા જતા હોય એવા પ્રેમદૂત એવા કવિ ખાનજી જે.સોલંકી કાન કે જે હાલે ગાંધીધામમાં રહે છે. મુસાફર નથી છતાંય દરરોજ મુસાફરી કરે છે. કાનને વહાલું વૃંદાવન, વહાલી વાંસળી, ગોપકન્યા, ગોકુળ, યમુના.. અને કવિ કાનને વહાલી બસ, તેના પૈડાંને ગળાડૂબ પ્રેમ કરે છે. કંડકટર સીટ અને બસની સીટો વચ્ચેનો માર્ગ ગોકુળથી વૃંદાવન જેવો છે.

ભડમુલક ભચાઉ તાલુકાના આમલિયારાના વતની કવિ કાન આમલીના કૂમળાં ફૂલો જેવા ખટમીઠા માનવોત્તમ છે. 1982માં ગાંધીધામમાં પ્રાઇવેટ કંપનીમાં જોડાયા, જીવનની બધી જવાબદારીઓ વચ્ચે મનમાં કાવ્યાફુક ફૂટ્યા.. પરંતુ કલમથી કાગળ સૂધી પહોંચવાની વચ્ચે સમય દ્વારા વિક્ષેપ એટલા માટે થયો ગણાય કે, સંવેદના પ્રાંગપરતી રહી, અંકુરો વિકરાતા રહ્યા અને 1986માં બસમાં કંકકટર તરીકે જોડાઇ ગયા. જાણે કવિતાની ગાડી બીજા ગીયરમાંથી સીધી ચોથા ગીયરમાં દોડવા લાગી. હવે શબ્દે મોઢું કાઢવાની તૈયારી કરી.

મળવા જેવા માણસ લેખમાં વંદિતા રાજયગુરુ દવે કલમને કવિતારસમાં ઝબોળીને, અનુભૂતિના પાના પર, સોનેરી સંવેદનાને રૂમ્ય રૂપકો-પ્રતીકો-કલ્પનોથી આલેખતાં લખે છે કવિ કાનને લખવાની પ્રેરણા આજકાલ દૈનિકે આપીએ ખુબ મનોહર હકીકત છે કે, ભૂતકાળમાં આપણે ત્યાં જૂજ વર્તમાનપત્રો હતાં. આજે તો વિશાળપાયે અને ભારતના સૌથી મોટાં અખબારગ્રૂપ દિવ્ય ભાસ્કરનું અહીં અવતરણ થયું છે, ત્યારે એમાં ખાલેખાતા કલમ નવાઝો ખરેખર સદ્દભાગી છે-એ કહેવાની જરૂર નથી અને વર્તમાનપત્ર કવિ-કલાકારો માટે માનો ખોળો છે. એમાં લીલપથી લહેરાતી વાડીઓ હોય, વાડાઓ હોય.. વડાતો...

કવિ કાનને બાળપણથી સબુદ્ધ લેખકો સુરેશ દલાલ, ગુણવંત શાહ, હરકિશન મ