• Gujarati News
  • National
  • વાંઢિયા પાસેની હોટલ પાસેથી ચોરાઉ ત્રણ લાખનો મુદ્દામાલ ઝડપાયો

વાંઢિયા પાસેની હોટલ પાસેથી ચોરાઉ ત્રણ લાખનો મુદ્દામાલ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનાવાંઢિયા ગામ નજીક નેશનલ હાઈવે પર આવેલી હોટલ નજીક બહાર ઉભેલી ટ્રકમાંથી લોખંડના સળિયા અને હોટલમાંથી ટુવાલના કોઇ આધાર-પુરાવા મળતાં ચોરાઉ માની જપ્ત કર્યા હતા. મુદામાલ 3 લાખ જેટલો થવા જાય છે.

અંગે પોલીસના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજના આર.આર.સેલ દ્વારા બુધવારે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક આવેલી હોટલ સતલજ બહાર ઉભેલી ટ્રક જીજે-6-વીવી-7221માંથી લોખંડના સળિયા (કિંમત 2,81,035) અને હોટલમાંથી 6 હજારની કિંમતના 30 ટુવાલના આધાર માગતાં મળતાં જપ્ત કરાયા હતા, જે સાથે બે લાખની કિંમતની ટ્રક પણ જપ્ત કરાઇ હતી, જેની સાથે રહેલા આરોપી બલવેન્દ્રસિંહ પરતસિંહ જાટની અટક કરાઈ હતી. હાઈવે પર આવેલી હોટલોમાં શંકાસ્પદ ગતિવિધિ ચાલતી હોવાની રાવ ઉઠતી રહે છે, ત્યારે પ્રકારની કાર્યવાહી એક ચીમકી સમાન માનવામાં આવી રહી છે. કામગીરીમાં રામદેવસિંહ સોઢા, મજીદ સમા, જયંતી વાઘેલા, કિરીટસિંહ ઝાલા સહિત જોડાયા હતા.

બહાર ઊભેલા ટ્રેઈલરમાંથી લોખંડના સળિયા અને હોટલમાંથી ટુવાલ જપ્ત

ભુજના આર.આર.સેલ દ્વારા ભચાઉ નજીક નેશનલ હાઈવે પર કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...