તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છના 921માંથી 908 ગામમાં જમીન રીસર્વેની કામગીરી પૂર્ણ

કચ્છના 921માંથી 908 ગામમાં જમીન રીસર્વેની કામગીરી પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારે 2012ની સાલમાં કચ્છ સહિત રાજયના તમામ જિલ્લામાં હાઇટેક રીતે જમીન રીસર્વેની કામગીરીના મંડાણ કર્યા હતા. ત્યારે 5 વર્ષનો સમયગાળો વીતી ગયા બાદ કચ્છમાં જમીન રીસર્વેની ગ્રાઉન્ડ લેવલ એટલે કે પાયાની કામગીરી પુર્ણતાના આરે પહોંચી ગઇ છે.

કચ્છના કુલ્લ 921 ગામમાંથી 908 ગામમાં જમીન રીસર્વેની કામગીરી પુર્ણ કરી લેવામાં આવી છે. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં હવે માત્ર 13 ગામમાં રીસર્વેની કામગીરી પુર્ણ કરવાની બાકી છે. જેમાં ભુજના 7 અને ભચાઉના 6 ગામનો સમાવશે થાય છે.

4 દાયકા કરતાં વધુનો સમય વીતી ગયા બાદ ગુજરાત સરકારના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે રાજયવ્યાપી જમીન રીસર્વેનું મોટું અભિયાન છેડયું હતું. અનેક અડચણ અંતરાય અને વહિવટી ગુંચવણ બાદ આખરે જમીન રીસર્વેની પાયાની ગણી શકાય તેવી ગ્રાઉન્ડ સ્તરની કામગીરી 90 ટકા જેટલી પુર્ણ કરી લેવાઇ છે.

જોકે પ્રમોલીગેશનની કામગીરી હજુ લાંબો સમય ચાલશે તેવું જણાવતાં ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ ઓફિસર ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે પ્રમોલીગેશનની કામગીરી અનેક તબકકામાં કરવાની હોતાં તેમાં સામાન્ય કામગીરી કરતાં વધુ સમય વ્યતિત થતો હોય છે. આમ છતાં કચ્છના 309 ગામમાં પ્રમોલીગેશનની કામગીરી પણ આટોપી લેવામાં ડીઆઇએલઆર વિભાગને સફળતા મળી છે. હવે કામગીરીનુ઼ ફોકસ પ્રમોલીગેશનની કામગીરીને વેળાસર પુર્ણ કરવા તરફ કેન્દ્રીત્ કરવામાં આવશે તેવું પણ ડીઆઇઅેલઆર ઓફિસરે માહિતી આપતાં જણાવ્યું હતું.

1970 બાદ હાથ ધરાઇ કામગીરી

કચ્છસહિત રાજયમાં જમીન રીસર્વેની છેલ્લે 1970ની સાલમાં હાથ ધરાઇ હતી. તે પછી 42 વર્ષ બાદ કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે વખતે જીપીએસ સિસ્ટમ સહિતનો ઉપયોગ કરી સુચિત કાર્યવાહી હાથ ધરાઇ હતી.

તાલુકાવાર આંકડાકિય સ્થિતી

તાલુકાનું ગામની પૂર્ણ થયેલા

નામ કુલ સંખ્યા ગામો

નખત્રાણા132 132

અબડાસા 137 137

મુંદરા 62 62

ભુજ 153 146

અંજાર 68 68

ભચાઉ 71 65

માંડવી 90 90

લખપત 103 103

રાપર 97 97

ગાંધીધામ 08 08

હવે પ્રમોલીગેશનની કામગીરીને વેગવાન બનાવાશે: 309 ગામમાંતો પ્રમોલીગેશનની કામગીરી આટોપી લેવાઇ: માત્ર ભુજ અને ભચાઉના 13 ગામોમાં રીસર્વેની પ્રાથમિક કામગીરી પુર્ણ કરવાની બાકી

અન્ય સમાચારો પણ છે...