તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ તાલુકા કક્ષા કલા મહાકુંભ અંગે

ભુજ તાલુકા કક્ષા કલા મહાકુંભ અંગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકા કક્ષા કલા મહાકુંભ અંગે

ભુજતાલુકા કક્ષાએ કલા મહાકુંભ તા.તા.22/7ના યોજાનાર હોઇ, ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ભાગ લેવા માટેનું અરજી પત્રક તા.17/7ના 1 વાગ્યા સુધી ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે પહોંચાડવું.

વડનગરાનાગર જ્ઞાતિ વ્ય.મંડળ

2016-17નાવાર્ષિક રિપોર્ટ તૈયાર છે. જ્ઞાતિજનો રીપોર્ટ જોવા ઇચ્છતા ધરાવતા હોય તેઓ તા.17/7થી 20/7 સુધી સવારે 10થી 12 તેમજ સાંજે 5થી 7 દરમિયાન હાટકેશ ઓફિસમાં મળી શકે છે.

ભુજબાર એસોસિયેશન

ભુજબાર સભ્ય એડવોકેટની ડિરેકટરી પ્રસિદ્ધ કરવાની હોવાથી અંગેનું નિયમ ફોર્મ બારની ઓફિસમાંથી બારના પૂર્વ મંત્રી સુભાષભાઇ ડી. વોરા પાસેથી મેળવી તા.17/7 સુધી પરત કરવા.

માંડવીમાંરાહતદરે હૃદયરોગ નિદાન

માંડવીજનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસપિસ અને ડાયાલીસીસ સેન્ટરમાં ડૉ.જગદીશ હાલાઇ ( ડી. કાર્ડિયોલોજી એન્ડ ડાયાબિટોલોજી) હદયરોગ માટેનું કન્સલ્ટેશન ,2D Echo રાહત દરે કરી આપશે. તા.13/7ના સમય બપોરે 2 થી 4 ફોન ૦૨૮૩૪-૨૨૪૧૦૮

ભચાઉતાલુકા કક્ષાએ કલા મહાકુંભ અંગે

ભચાઉતાલુકા કક્ષાએ કલા મહાકુંભ ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ભાગ લેવા માટેનું અરજી પત્રક તા.17/7 સુધી આયોજક શાળા ગોપાલનંદજી વિદ્યામંદિર આધોઇને રુબરૂ કે પોસ્ટ દ્વારા પહોંચાડવી. ભાગ લેનાર સ્પર્ધકે સહાયકો તથા સંગીત વાધ્યો પોતાના લાવવાના રહેશે. વિગત માટે મો.95867 73380.

ઠાકરમંદિર સેવા સમિતિ-નખત્રાણા

ઠાકરમંદિર સેવા સમિતિ દ્વારા આગામી જન્માષ્ટમીની ઉજવણી અંગે બેઠક તા.14/7ના રાત્રે 9 કલાકે, ઠાકર મંદિર ખાતે.

માધાપરમાંદુર્ગા સપ્તસતિ પાઠ

અવધુતબાબા શિવાનંદજીની પ્રેરણાથી સર્વ દોષોથી મુક્તિ તેમજ સુખ-સમૃદ્ધિ બક્ષનારા દુર્ગાસપ્તસતી (ચંડીપાઠ) માધાપર રહેવાસીઓએ પોતાના નિવાસસ્થાને નિ:શુલ્ક કરાવવા સંપર્ક મો.99137 00036.

આઠકોટી મોટિ પક્ષ સ્થા.જૈન સંઘ-બેરાજા

પ્રભાવતીબાઇમહાસતી અને પ્રખરવકતા પ્રતીક્ષાબાઇ મહાસતીની વ્યાખ્યાન માળા દરરોજ સવારે 9થી 10 દરમિયાન મોટી પક્ષના સ્થાનક બેરાજા ખાતે.

શૈક્ષણિક

સરકારી મા. અને ઉ.મા. શાળાઓ જોગ

ગુજરાતશિક્ષણ સેવા વર્ગ-3ની શ્રેયાન યાદીમાં અદ્યતન કરવાની હોઇ જે મદદનીશ શિક્ષક ફરજ બજાવે છે, તેવા શિક્ષકો તેમજ નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ છે અને શ્રેયાન યાદીમાં નામ નથી તેઓની યાદી અલગ પત્રકમાં ઇ-મેઇલમાં જણાવેલ પત્રક-અ અને પત્ર-બ મુજબ દિન 1 માં રૂબરૂ અને govtmahekamkuthc@gmail.com મા ઇ-મેઇલ કરવું.

કચ્છયુનિવર્સિટી

ડિપાર્ટમેન્ટઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ચાલતા એમ.કો.મ રેગ્યુલરનું રીર્ઝવ કોટા માટે ત્રીજા પ્રયત્નનું મેરીટ લીસ્ટ ડિપાર્ટમેન્ટના નોટીસ બોર્ડ તથા યુનિવર્સિટી વેબસાઇટ પર મુકવામાં આવેલ છે, મેટીર લીસ્ટ અનુસાર પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવાર તા.13/7ના સવારે 10:30 કલાકે, તમામ અસલ પ્રમાણપત્રો તથા ફી સાથે બ્લોક-સી, યુિનવર્સિટી, ડિપાર્ટમેન્ટ ખાતે ઉપસ્થિત રહેવું

સરકારી/ગ્રાન્ટેડમા.- ઉ.મા. શાળાઓ જોગ

આગામીપાંચ વર્ષમાં વય મર્યાદાના કારણે નિવૃત થનાર કર્મચારીઓના નામ, જન્મ તારીખ અને વય નિવૃતિ તારીખની માહિતી દિન-2માં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ટપાલથી અથવા ઇ-મેઇલ મોકલી આપવી.

ભુજભાટિયા મહાજન

શૈ.સહાયમાટેના ફોર્મ અને સરસ્વતી સન્માન માટે માર્કશીટની ઝેરોક્ષ નકલ તા.16/7 સુધી સેટેલાઇન ઇલ. જય કોમ્પ્લેકસ, નાગર ચકલા અથવા સત્યમ વિલા 155/2 સંસ્કારનગર ખાતે આપી જવી. સંપર્ક મો.99090 71588.

ઉત્તરગુજરાત પ્રજાપતિ સમાજ

સરસ્વતીસન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમાજના સભ્યપદ ધરાવતા હોય તેવા સભ્યોએ પોતાના સંતાનોની પાસ કરેલ માર્કશીટની નકલ તા.10/8 સુધી સમાજના કાર્યાલય દુકાન નં.2 બીજા માળે, હેપી કોમ્પ્લેકસ, ન્યુ સ્ટેશન રોડ, ભુજ મોકલી આપવી અથવા તાલુકાના કન્વીનરને આપવી. મો. 94280 84270.

અન્ય સમાચારો પણ છે...