Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » ચીરઈની સીમમાં બાવળો વચ્ચે છુપાવેલો 15 લાખનો દારૂ જબ્બે

ચીરઈની સીમમાં બાવળો વચ્ચે છુપાવેલો 15 લાખનો દારૂ જબ્બે

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:40 AM

પુર્વ કચ્છની ગુન્હા શોધક શાખા દ્વારા નોંધપાત્ર કામગીરી કરીને 15 લાખ જેટલો જથ્થી અંગ્રેજી દારુનો જથ્થો ભચાઉના...

  • ચીરઈની સીમમાં બાવળો વચ્ચે છુપાવેલો 15 લાખનો દારૂ જબ્બે
    પુર્વ કચ્છની ગુન્હા શોધક શાખા દ્વારા નોંધપાત્ર કામગીરી કરીને 15 લાખ જેટલો જથ્થી અંગ્રેજી દારુનો જથ્થો ભચાઉના ચીરઈ ગામની સીમમાં બાવળોની વચ્ચેથી પકડી પાડ્યો હતો. આ કાર્યવાહિમાં લીસ્ટૅડ બુટલેગરે જથ્થો મંગાવી ઉતરાવ્યો હોવાના ઈનપુટ હતા.

    પુર્વ કચ્છની એલસીબી પીઆઈ જાડેજાને બાતમી મળી હતી કે અંગ્રેજી દારુનો મોટૉ જથ્થો આ વિસ્તારના લીસ્ટૅડ બુટલેગર યુવરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજાએ મંગાવીને ભચાઉમાં બાવળોની વચ્ચે સંતાડ્યો છે. મંગળવારે લીડ્સના આધારે તપાસ કરી ચીરઈ ગામની સીમમાં ધુળીયા વિસ્તારમાં જથ્થો હોવાના ઈનપુટના આધારે બાવળ અને ઝાડીના જથ્થાને કાપી, તોડીને હટાવતા તેની વચ્ચે સંતાડેલો અંગ્રેજી દારુનો મોટૉ જથ્થો મળી આવ્યો હતો. જથ્થો જ્યાં સંતાડવામાં આવ્યો હતો તે આખો વિસ્તાર જંગલ જેવો અને મોટૉ હોઇ ત્યાં સુધી પહોંચતાજ પોલીસને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. ઘાસમાંથી સોઈ ગોતવા સમાન આ કાર્યવાહિમાં આખરે સ્થળ પરથી ગોઆ ગોલ્ડ વ્હિસ્કીની 156 પેટી અને બોંબે સ્પેશ્યલ વ્હિસ્કીની 330 પેટી મળી આવી હતી. બંન્ને બ્રાંડની કુલ થઈને 19776 બોટલ કે જેની કિંમત 15,10,800 થાય છે તેનો સમાવેશ થાય છે. આ અંગે પીઆઈ જે.પી.જાડૅજાએ જણાવ્યુ હતુ કે દારુની બદીને અંકુશમાં લાવવા પોલીસના સતત પ્રયત્નશીલ રહી છે. આરોપી શખ્સ અગાઉ પણ પ્રોહિબીશનના ગુન્હામાં આવી ચુક્યો છે અને સ્થળ પર મળી આવ્યો નહતો. મુદામાલને ભચાઉ પોલીસને વધુ તપાસાર્થે સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ જાડેજા સહિત એમ.કે. ખાંટ, મહંમદ શબ્બીર કુરેશી, ઈકબાલ આરબ, પ્રવિણ પલાસ, ઉપેંદ્રસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending