Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » અંજારમાં વાડીમાં રાખેલો 1.11 લાખનો દારૂ ઝ્ડપાયો

અંજારમાં વાડીમાં રાખેલો 1.11 લાખનો દારૂ ઝ્ડપાયો

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:40 AM

એલસીબીએ એ મોટૉ જથ્થો ચીરઈ પાસેથી પકડી પાડ્યાના અંતરાળમાંજ અંજાર અને ભચાઉમાં પોલીસે કાર્યવાહિ કરી બે સ્થળોએથી 1.11...

  • અંજારમાં વાડીમાં રાખેલો 1.11 લાખનો દારૂ ઝ્ડપાયો
    એલસીબીએ એ મોટૉ જથ્થો ચીરઈ પાસેથી પકડી પાડ્યાના અંતરાળમાંજ અંજાર અને ભચાઉમાં પોલીસે કાર્યવાહિ કરી બે સ્થળોએથી 1.11 અને 27 હજારના દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. જોકે બંન્ને કિસ્સામાં આરોપી પોલીસ હાથે ચડ્યા નહતા.

    પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે અંજાર તાલુકના મેઘપર કુંભારડીમાં પ્લોટ નં.135 પર આવેલા વાડામાં તપાસ કરતા ત્યાં રખાયેલા વિવિધ બ્રાન્ડની અંગ્રેજી દારુની બોટલો ઝ્ડપાઈ હતી. કુલ 1,11,600નો જથ્થો જપ્ત કરી વાડી માલીક કે કબ્જા ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હરેંદ્ર જાડેજાએ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ભચાઉમાં પણ પોલીસે કાર્યવાહિ કરીને વિવિધ બ્રાન્ડની અંગ્રેજી દારુની બોટલો સહિત બીયર મળીને કુલ 27,200 નો જથ્થો ઝ્ડપાયો હતો. આ જથ્થો સહદેવસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (રહે. કુંભારડી, તા. ભચાઉ) વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી સુખદેવ વી. દવેએ તપાસ હાથ ધરી હતી.

    ભચાઉમાં અંગ્રેજી દારુ,બીયર સહિત 27 હજારનો જથ્થો જબ્બે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending