Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉ ભુજ લોકલ બસના ચાલક પણ રાજાપાઠમાં ઝબ્બે

ભચાઉ ભુજ લોકલ બસના ચાલક પણ રાજાપાઠમાં ઝબ્બે

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:40 AM

Bhachu News - ભચાઉમાં એસટી બસના બે ચાલકો નશાયુક્ત હાલતમાં ઝડપાયાની ઘટના બનતા ચકચાર મચી હતી. ભચાઉ એસટી ડેપોએ ડ્રાઈવર તરીકે...

  • ભચાઉ ભુજ લોકલ બસના ચાલક પણ રાજાપાઠમાં ઝબ્બે
    ભચાઉમાં એસટી બસના બે ચાલકો નશાયુક્ત હાલતમાં ઝડપાયાની ઘટના બનતા ચકચાર મચી હતી.

    ભચાઉ એસટી ડેપોએ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ભચાઉ સુખપર લોકલ બસ ચલાવતા રાજેંદ્ર પટૅલ નશાયુક્ત હાલતમાં ઝડપાયા હતા, જે અગાઉ ગોધરા ડેપોમાંથી પણ આજ કારણે પકડાયા બાદ ભચાઉ બદલાયા હોવાનું જાણવા મળ્યુ હતુ. બીજા અન્ય બનાવમાં આજ દિવસે ભચાઉ ભુજ રુટની બસ ચલાવતા ચાલક જીગ્નેશ ગોસ્વામીએ નશાયુક્ત હાલતમાં કોઇને કહ્યા બાદ જુના બસ સ્ટૅશનેથી બસ લઈ ભરબજારે ચલાવી લોકોના જીવ તાળવે ચોંટાડ્યા હતા.

    આ બનાવની જાણ ભચાઉ એસટી ડેપોના એસ.વી. ભાંભોરને થતા બંન્ને ચાલકોને ભચાઉ પોલીસને હવાલે કરાયા હતા. જ્યાંથી કેસ નોંધવા અંગે આનાકાની થતા ભુજ એસટી અધિકારીએ જાણ કરાતા, ત્યારબાદ કેસ લેવાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ