Home » Gujarat » Bhuj » Bhachu » ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:40 AM

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ ભચાઉના બે ગામોમાં એકજ દિવસે એટ્રોસીટીની બે ફરિયાદ નોંધાઈ હતી. કડોલ ગામના સરપંચે તેના...

  • ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ
    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    ભચાઉના બે ગામોમાં એકજ દિવસે એટ્રોસીટીની બે ફરિયાદ નોંધાઈ હતી. કડોલ ગામના સરપંચે તેના જુના ચાલતા જમીન વિવાદ પ્રકરણમાં બોલાચાલી થતા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે કે તાલુકાના ભરુડીયા ગામના શીક્ષકે રાજાપાઠમાં આવેલા એક શખ્સે જાતીય અપમાનીત કરવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધી હતી.ભચાઉ તાલુકાના કડોલ ગામના સરપંચ નાનજી વેલાભાઈ ચૌહાણએ ગત તા.11/03ના ભચાઉના નવા બસ સ્ટૅશન પાસે આરોપી હીરા કરશન આહીર મળી જતા, તેમની સાથે ચાલતા જુના જમીન પ્રકરણ વિશે બોલાચાલી થઈ હતી. જેમા આરોપીએ જાતીય અપમાનીત કરતા તેના વિરુદ્ધ એટ્રોસીટી સહિતની કલમો તળે ફરીયાદ નોંધાઈ હતી. બીજા બનાવમાં 11/03 ના તાલુકાના ભરુડીયા ગામે પ્રાથમીક શાળામાં શીક્ષક તરીકે ફરજ બજાવતા રાજેંદ્રકુમાર સોમાન કાળજીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગામના રવેચી નગરમાં રહેતા અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાએ દારુના નશામાં શાળામાં પ્રવેશ કરી જાતીય અપમાનીત કરી ધાકધમકી કરી હતી. બંન્ને પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending