તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેડીસીસીમાં ભાજપે કબજો જાળવી રાખ્યો

કેડીસીસીમાં ભાજપે કબજો જાળવી રાખ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 6 બેઠકો બિનહરીફ મેળવ્યા બાદ બાકી રહેલી 6 સીટોની યોજાયેલી ચૂંટણીમાં પાંચ બેઠક પર જીત મેળવી ફરી ભાજપ સમર્થક પેનલે બહુમતી સાથે સત્તા મેળવી હતી. અપસેટ રહ્યો હતો કે બે ટર્મથી સભ્ય રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજાએ હાર ખમવી પડી હતી. નવા જૂનીના એંધાણ વચ્ચે ભાજપ પ્રેરિત માંડવીની બેઠક કેશુભાઇ પારસિયાના રૂપમાં ગુમાવવી પડી હતી. હાલમાં બનનારા નવા બોર્ડ ઓફ ડિરેકટર્સમાં દાવેદારો મનાતા દેવરાજ ગઢવી, વલમજી હુંબલ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હરિભાઇ જાટિયાના નામ પણ ચર્ચાઇ શકે છે પરંતુ તેમની પાસે જુદા જુદા સારીકક્ષાના હોદ્દા હોવાના કારણે તેમના નામ પર પક્ષ ચોકડી પણ મૂકી શકે તેમ સમજાઇ રહ્યું છે. બીજી બાજુ નખત્રાણાના જયસુખ પટેલને અધ્યક્ષ તરીકે તક મળી શકે છે. કારણ કે નખત્રાણા વિસ્તારમાં પાટીદાર ફેક્ટર કાર્ય કરી રહ્યું છે અને ભાજપ સંગઠનમાં પણ તેમણે પક્કડ જમાવેલી હોવાનું મનાય છે.

રવિવારે ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે 6 સીટો માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 318 સભાસદોએ મતદાન કરતાં 100 ટકા મતદાન થયું હતું, છેલ્લી 2 ટર્મથી ચૂંટાઇ આવતા અને નવલસિંહ જાડેજાની જૂથ નંબર 6 ભચાઉના તેમના હરીફ ઉમેદવાર જનકસિંહ જાડેજા સામે 4 મતથી હાર થતાં મોટો અપસેટ સર્જાયો હતો, જૂથ નંબર-2 માંડવી સીટ પર ભાઇલાલ છાભૈયાએ કેશુ પારસિયા સામે 6 મતથી વિજય મેળવ્યો હતો.

12માંથી 11 બેઠક કબજે કરી : નવલસિંહ જાડેજા-કેશુ પારસીયા હાર્યા

ચેરમેન તરીકે જયસુખ પટેલના નામના આંતરપ્રવાહો

અન્ય સમાચારો પણ છે...