તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આડેસરમાં પોલીસ લોકદરબારમાં પેટ્રોલિંગ વધારવા માગ કરાઇ

આડેસરમાં પોલીસ લોકદરબારમાં પેટ્રોલિંગ વધારવા માગ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસરખાતે ભચાઉ વિભાગીય પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આડેસર ખાતે ભચાઉના વિભાગીય પોલીસ વડા રાકેશ દેસાઇની રાહબરી હેઠળ પોલીસ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. લોક દરબારમાં આડેસરના માદેવાભાઇ, લાલાભાઇ, મુસાભાઇ, સિકંદર બાપુ, રમણીકભાઇ, વરણુના આઇદાન ગઢવી, સુખપરના નાથાભાઇ, વિજાપરના અમીરભાઇ, કાનાભાઇ વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ પંથકમાં પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ વધારવા માગણી ઉઠી હતી, જેને પોલીસે તરત ધ્યાને લીધી હતી અને સંબંધિતોને સૂચના પણ આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં વિવિધ ગામોના અગ્રણીઓએ હાજરી આપી

અન્ય સમાચારો પણ છે...