Home » Gujarat » Bhuj » Bhachu » ઈંધણ વીણતી કિશોરીનું ટ્રેનની ટક્કરે મોત

ઈંધણ વીણતી કિશોરીનું ટ્રેનની ટક્કરે મોત

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:40 AM

ભચાઉ તાલુકાના કટારીયા રેલવે સ્ટેશને લાકડા એકત્ર કરીને પરત ફરી રહેલી કિશોરી માલગાડીના અડફેટૅ આવી જતા મરણ પામી...

  • ઈંધણ વીણતી કિશોરીનું ટ્રેનની ટક્કરે મોત
    ભચાઉ તાલુકાના કટારીયા રેલવે સ્ટેશને લાકડા એકત્ર કરીને પરત ફરી રહેલી કિશોરી માલગાડીના અડફેટૅ આવી જતા મરણ પામી હતી.

    સામખીયાળીના પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે શીકારપુરમાં રહેતી 17 વર્ષીય તરુણી હિરીબેન મગન ભુરા કોલીએ કટારીયા રેલવે સ્ટૅશન પર બપોરે સવા ત્રણ વાગ્યાના અરસામાં ઈંધણના લાકડા ભરીને રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહિ હતી ત્યારે ગુડ્સ ટ્રેનની અડફેટૅ આવી જતા તેનું મોત નિપજ્યુ હતુ. તરુણીનું ઈંધણના લાકડા માટેની મથામણમાં મોત નિપજવાની ઘટનાએ સભ્ય સમાજ માટૅ પ્રશ્ન ઉભો કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ આદરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending