• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • 3 કિલોમીટર સુધી એકમેકને ઓવરટેક કરી રેસિંગની લ્હાયમાં

3 કિલોમીટર સુધી એકમેકને ઓવરટેક કરી રેસિંગની લ્હાયમાં

ભુજ ભચાઉ હાઇવે પર બે રીક્ષાઓ વચ્ચે મસ્તીની ક્ષણોમા રેસિંગનો ઓવરટેક વખતનો અકસ્માત વીડિયોમાં આબાદ કેદ થયો હતો . ...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 02:40 AM
3 કિલોમીટર સુધી એકમેકને ઓવરટેક કરી રેસિંગની લ્હાયમાં
ભુજ ભચાઉ હાઇવે પર બે રીક્ષાઓ વચ્ચે મસ્તીની ક્ષણોમા રેસિંગનો ઓવરટેક વખતનો અકસ્માત વીડિયોમાં આબાદ કેદ થયો હતો .

સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દેખાય છે,તે મુજબ બે રીક્ષાઓ સતત એકદમ અડીને પુરઝડપે આગળ વધી રહી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હાજીપીરના મેળામાં આ રીક્ષાઓ ભુજ તરફ જામનગરથી જઈ રહી હતી,ત્યારે અકસ્માત સર્જાયો હતો.બે-ત્રણ કિલોમીટર સુધી એકમેકને ઓવરટેક કરી રેસિંગની લ્હાયમાં સામે ધાણેટી પાસે આવતી કારમાં ભટકતા રીક્ષા ફંગોળાઈ પલ્ટી મારી ગઈ હતી. ગમખ્વાર સાબિત થઈ શકનાર આ દુર્ઘટનામાં સદ્ભાગ્યે જાનહાની ટળી હતી.પધ્ધર પોલીસે આવો કોઈ અકસ્માત ન નોંધાયો હોવાનું જણાવાયું હતું.

ઝડપની મજા બની અકસ્માતની સજા : દુર્ઘટના વીડિયોમાં કેદ

GJ10 રિક્ષાઓને રેસિંગની છે આદત : પોલીસ પ્રેક્ષક

જામનગરની રિક્ષાઓ હાજીપીર જતી વેળાએ આ પ્રકારના સ્ટંટ કરવામાં ઊંચી નથી આવતી. ધાર્મિક આસ્થાના સ્થળે જતા હોવાથી પોલીસ પણ દરમ્યાનગીરી કરવાનું ટાળે છે. વીડિયોમાં દેખાતી ઘાતક સ્પીડ જીવલેણ સાબિત થઈ શકે છે. સીસીટીવી જોઈ મેમો ફાડતી ગુજરાત પોલીસે જ્યારે સાયબર સેલ એક્ટિવ કર્યો છે, ત્યારે આવા તત્વોને દડીત કરવા જોઈએ.

X
3 કિલોમીટર સુધી એકમેકને ઓવરટેક કરી રેસિંગની લ્હાયમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App