ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ભચાઉમાં મહિલા સરપંચોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું

    ભચાઉમાં મહિલા સરપંચોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 24, 2018, 02:40 AM IST

    ભુજ : ભચાઉમાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા મહિલા સરપંચો માટે યોજાયેલાં સંમેલનમાં સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓ તેમજ...
    • ભચાઉમાં મહિલા સરપંચોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું
      ભચાઉમાં મહિલા સરપંચોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું
      ભુજ : ભચાઉમાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા મહિલા સરપંચો માટે યોજાયેલાં સંમેલનમાં સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓ તેમજ વિવિધ રોગો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. તા. પં.ના પ્રમુખ શીતલબેન આહિરના હસ્તે ખુલ્લા મુકાયેલાં સંમેલનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ. કે. સિંઘે મા વાત્સલ્ય યોજના, 108 અેમ્બ્યૂલન્સ સેવા, કસ્તુરબા પોષણ સહાય યોજના, જેએસએસકે, ચિરંજીવી યોજના, બાલસખા યોજના તેમજ મેલેરિયા, ડેંગ્યૂ, ક્ષય સહિતના રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સંચાલન અને આભાર દર્શન હેલ્થ સુપરવાઇઝર દીપક દરજીએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચલાવાઇ રહેલા કોમ્યૂનીટી એક્શન ફોર હેલ્થ કાર્યક્રમ હેઠળ વિવિધ વિસ્તારોમાં મહિલાઓને આરોગ્ય અંગે માર્ગદર્શન અાપવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભચાઉમાં મહિલા સરપંચોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `