Home » Gujarat » Bhuj » Bhachu » લાકડીયામાં શોર્ટસર્કિટથી દુકાનમાં આગ લાગતા દોડધામ

લાકડીયામાં શોર્ટસર્કિટથી દુકાનમાં આગ લાગતા દોડધામ

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 02:40 AM

ભચાઉ તાલુકાના લાકડીયા ગામના બસ સ્ટૅશન નજીક આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી. લાગ્યાના...

  • લાકડીયામાં શોર્ટસર્કિટથી દુકાનમાં આગ લાગતા દોડધામ
    ભચાઉ તાલુકાના લાકડીયા ગામના બસ સ્ટૅશન નજીક આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી. લાગ્યાના કલાકમાં આગ પર કાબુ લવાયો હતો. ઘટનામાં કોઇને ઈજા પહોંચી નહતી.

    સુત્રોના જણાવ્યા અનુસાર લાકડીયાના બસ સ્ટૅશન નજીક આવેલી વાહનોના સ્પેરપાર્ટ્સની દુકાનમાં શુક્રવારના બપોરના ભાગે એકાએક આગ ફાટી નિકળી હતી. ગેલ ઈન્ડીયા લીમીટૅડનું ફાયરફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા બાદ એકાદ કલાકમાંજ આગ પર કાબુ લવાયો હતો. આગના કારણે અંદાજે બે લાખ જેટલુ નુકશાન થયાનો અંદાજ છે, દુકાનધારકો બપોરે જમવા ગયા બાદ શોર્ટસર્કિટથી ફાટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસને જાણ કરતા સ્થળ પર આવી ગયાનું સરપંચ ફતેલાલ મામદ રાઉમા, ગામોટ લાભશંકરે જણાવ્યુ હતુ.

    ફાયર બ્રીગેડ આવ્યા બાદ કાબુમાં આવી,કોઇ જાનહાની નહિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ