Home » Gujarat » Bhuj » Bhachu » નાની ચીરઇ નજીક રૂ.2.25 લાખનો અંગ્રેજી શરાબ પકડાયો: આરોપી છૂ

નાની ચીરઇ નજીક રૂ.2.25 લાખનો અંગ્રેજી શરાબ પકડાયો: આરોપી છૂ

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 02:40 AM

ભચાઉ તાલુકાના નાની ચીરઇ નજીક કારમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ લઇને ઉભેલા બુટલેગરો પોલીસને જોઇ શરાબ ભરેલી કાર...

  • નાની ચીરઇ નજીક રૂ.2.25 લાખનો અંગ્રેજી શરાબ પકડાયો: આરોપી છૂ
    ભચાઉ તાલુકાના નાની ચીરઇ નજીક કારમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ લઇને ઉભેલા બુટલેગરો પોલીસને જોઇ શરાબ ભરેલી કાર મુકી નાસી ગયા હતા,ભચાઉ પોલીસે રૂ.4 લાખની કાર સહિત તેમાં રહેલો રૂ. 2,25,000નો ભારતીય બનાવટનો શરાબ જપ્ત કર્યો હતો અને નાસી ગયેલા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠઇ ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    આ બાબતે માહીતિ આપતાં ભચાઉ પીઆઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે,ગુરૂવારે રાત્રે મળેલી બાતમીના આધારે 11.30 વાગ્યે ભચાઉ પોલીસની ટીમ નાની ચીરઇ નજીક પહોંચી

    ત્યારે ત્યાં જીજે-12-સીડી-5574 નંબરની સેવરોલેટ ગાડી લઇ ઉભેલા બે શખસો પોલીસને જોઇ નાસી જતાં પોલીસે કારની તલાશી લીધી હતી જેમાં રૂ.1,51,200ની કિંમતનો 750 એમએલ ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 432 બોટલો તેમજ રૂ.74,000ની કંમતના ભારતીય બનાવટના 180 એમએલના 440ક્વાર્ટરિયા મળી આવ્યા હતા જે જપ્ત કરી રૂ.4 લાખની કિંમતની કાર સહિત રૂ.6,25,200નો મુદ્દામાલ કબજે કરી ભચાઉ પોલીસના એએસઆઇ સુખદેવ દવેની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થયેલા બુટલેગરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending