Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » વડોદરામાં વકીલો પર લાઠીચાર્જનો ભચાઉમાં વિરોધ

વડોદરામાં વકીલો પર લાઠીચાર્જનો ભચાઉમાં વિરોધ

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 02:40 AM

વડોદરામાં નવા કોર્ટ સંકુલ માટે રજુઆત કરવા ગયેલા વકીલો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે ઘટનાને ભચાઉ બાર એસો. એ...

  • વડોદરામાં વકીલો પર લાઠીચાર્જનો ભચાઉમાં વિરોધ
    વડોદરામાં નવા કોર્ટ સંકુલ માટે રજુઆત કરવા ગયેલા વકીલો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે ઘટનાને ભચાઉ બાર એસો. એ વખોડી બરોડા બાર એસો. ને ટૅકો આપી એક દિવસ કોર્ટની કામગીરીથી અલિપ્ત રહ્યા હતા.

    ભચાઉ બાર એસોસિએશનના પ્રમુખ વિશાલ કોટક અને મંત્રી શામજી દરજીએ જણાવ્યુ હતુ કે એસો. દ્વારા તાકીદની બેઠક બોલાવી ઠરાવ પસાર કરાયો હતો. જેમાં વડોદરા શહેરમાં બનેલી નવા કોર્ટ સંકુલમાં ત્યાં ના વકીલોએ ડીસ્ટ્રીક્ટ જજને નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા અંગે રજુઆત કરવા ગયા ત્યારે કોઇ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નહતો અને તેઓ રજુઆત કરતા હતા ત્યારે પોલીસ બોલાવી વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં વકીલો ઘાયલ પણ થયા છે. બનાવને ભચાઉ બાર એસો. એ શખત શબ્દોમાં વખોડી કાઢી લાઠીચાર્જની ઘટનાને દુખદ ગણાવી હતી. બરોડા (વડોદરા) બાર એસો. ને ટેકો આપી તેમના સમર્થનમાં તા.20/03ના મંગળવારે કોર્ટની કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરાયો હતો.

    ભચાઉ બાર એસો. મંગળવારે કોર્ટની કાર્યવાહિથી અળગા રહ્યા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending