• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉમાં પક્ષીઓ માટે કુંડાંઓનું વિતરણ કરાયું

ભચાઉમાં પક્ષીઓ માટે કુંડાંઓનું વિતરણ કરાયું

DivyaBhaskar News Network

Mar 21, 2018, 02:40 AM IST
ભચાઉમાં પક્ષીઓ માટે કુંડાંઓનું વિતરણ કરાયું
ભચાઉ | શહેરની ઇનરવ્હિલ ક્લબ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાંઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યમાં ઇલાબેન શાહ, ભાવનાબેન પરમાર, રસીલાબેન દવે, મમતાબેન ઉમરાણીયા, રૂપલ કારીયા સહિતની બહેનો જોડાઇ હતી. તેમના દ્વારા શાળામાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ પણ વિતરીત કરાઇ હતી.

ભુજમાં કચ્છ સાંસ્કૃતિક પત્રિકા-2નું વિમોચન કરાયું

ભુજ | કચ્છ ઇતિહાસ પરિષદના 28મા સ્થાપના દિન પ્રસંગે સંસ્થાની પત્રિકા ‘કચ્છ સાંસ્કૃતિક પત્રિકા-2’નું વિમોચન મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીના હસ્તે કરાયું હતું. આ વેળાએ સંસ્થાના પ્રમુખ સાવજસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા, લીટલ સ્ટેપ્સ સ્કૂલના અધ્યક્ષ આરતીબા, જોરાવરસિંહ રાઠોડ, અનવર શેખ, અઝિઝ શેખ, પ્રમોદ જેઠી, અતુલ જાની, શંભુભાઇ જોષી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ભુજ : ઝી ટીવીના પ્રસારિત શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં ભુજના મન પટેલ શોના ટોપ ક્ષણમાં પહોંચી ગયો છે. આગામી દિવસોમાં વોટિંગ ચાલુ થવાની છે.

રામાણીયાના મેડીકલ કેમ્પમાં 72 દર્દીઓ તપાસાયા

રામાણીયાની પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી બળવંતસિંહ ગોહિલ અને ભાવુભાના સહયોગથી એક તબીબી ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 72 દર્દીઓ ચકાસાયા હતા. કેમ્પમાં ડો. શુભમ મહેશ્વરી, ડો. કુંદન, ડો. રૂચિતા ધુઆ, અંજના પટેલ, હંસરાજ પંડ્યા સહિતનાએ સેવા આપી હતી.

X
ભચાઉમાં પક્ષીઓ માટે કુંડાંઓનું વિતરણ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી