• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • સામખિયાળી પોલીસે મૃતક જીઆરડી જવાનના પરિવારને પગભર કર્યો

સામખિયાળી પોલીસે મૃતક જીઆરડી જવાનના પરિવારને પગભર કર્યો

સામખીયાળી પોલીસમાં 10 વર્ષથી ગ્રામ રક્ષક દળના જવાનના અચાનક મૃત્યુ બાદ સામખીયાળી પોલીસે તેમના નિરાધાર બનેલા...

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2018, 02:40 AM
સામખિયાળી પોલીસે મૃતક જીઆરડી જવાનના પરિવારને પગભર કર્યો
સામખીયાળી પોલીસમાં 10 વર્ષથી ગ્રામ રક્ષક દળના જવાનના અચાનક મૃત્યુ બાદ સામખીયાળી પોલીસે તેમના નિરાધાર બનેલા પરિવારને ગ્રામજનો,આસપાસના ગામોના સરપંચો તેમજ આગેવાનોની મદદથી રૂ.2 લાખ જેટલી રકમ એકત્ર કરીને આપી તેમજ આ નિરાધાર પરિવાર પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી ખાખરા બનાવવાનું ઓટોમેટિક મશિન પણ લઇ આપી સમાજમાં એક સ્તુત્ય ઉદાહરણ પુરૂં પાડ્યુ઼ છે.

આ બાબતે વિગતે વાત કરતાં સામખિયાળીના સીનિયર પીએસઆઇ જે.એમ.ગઢવીએ જણાવ્યું હતું કે,આધોઇ રહેતા જીઆરડીના જવાન ચંદ્રકાન્ત મુળદાસભાઇ સાધુ છેલ્લા 10 વર્ષથી સામખિયાળી પોલીસ સાથે રહી કામગીરી કરી રહ્યા હતા.45 વર્ષની ઉંમરે તેમનું અચાનક નિધન થતાં તેમના પરિવારના પત્ની ચંદ્રિકાબેન તથા ત્રણ નાના બાળકો નિરાધાર બન્યા હોવાની જાણ થતાં ગામના આગેવાનો તેમજ આસપાસના ગામોના સરપંચોને આ પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસ થાય તેવી ઇચ્છા વ્યકત કરતાં લોકોએ,આગેવાનોએ,સરપંચોએ તેમજ સામખીયાળી પોલીસ પરિવારે આ વિચારને આવકાર્યો હતો અને જોતજોતામાં 2 લાખ જેટલી રકમ ભેગી પણ થઇ ગઇ હતી ત્યાર બાદ આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ખાખરા બનાવવા માટેનું ઓટોમેટિક મશીન પણ ગૃહ ઉદ્યોગ કરી શકે તે માટે અપાયું હતું .આ સંવેદના કાર્યક્રમમા઼ પુર્વ કચ્છ પોલીસવડા ભાવના પટેલ,ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઇ,સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.રાણા,તેમજ સરપંચો તેમજ આગેવાનોના હસ્તે સ્વ.ચંદ્રકાન્તભાઇના પત્ની ચંદ્રિકાબેનને અર્પણ કરવામાં આવ્યું હતુ઼.

પીએસઆઇ વાય.જે.ઝાલા,હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ,કદ્નસ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી,નિતેશ ગઢવી,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નરેન્દ્રદાન ગઢવી તેમજ સામખિયાળી,લલીયાણા,આંબલિયારા,જંગી,વાંઢીયા,શિકારપુર,આધોઇ ગામના સરપંચોએ જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ગ્રામજનોએ સામખિયાળી પોલીસના પીએસઆઇ જે.એમ.ગઢવીની બદલી ન કરવા પોલીસ અધિક્ષકને વિનંતી કરી હતી.

મૃતકના પત્નીના પીયરમાં કોઇ નથી

સામખિયાળી પોલીસ સાથે ફરજ બજાવનાર જીઆરડીના જવાન ચંદ્રકાન્તભાઇના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન તેમજ નાના ત્રણ બાળકો છે અને આજિવિકાનો આધાર મૃતક જવાનની આવક પર જ હતો અને તેમનું જ મૃત્યુ થતાં તેમના પત્નીના પીયરમાં પણ કોઇ ન હોતાં પરિવાર સાવ નિરાધાર બન્યો હતો અને આ પરિવાર માનભેર જીવે તેના માટે આ કાર્ય કરવાનો વિચાર આવ્યો હોવાનું પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતુ઼ જેમાં તમામ લોકોનો સાથ મળ્યો.

X
સામખિયાળી પોલીસે મૃતક જીઆરડી જવાનના પરિવારને પગભર કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App