• Gujarati News
  • ચોબારીમાં બે નવા વીજ ફિડર મંજૂર થતાં ખેડૂતો ખુશાલ

ચોબારીમાં બે નવા વીજ ફિડર મંજૂર થતાં ખેડૂતો ખુશાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના ચોબારી વીજ સબ સ્ટેશનમાં બે નવા વીજ ફિડર મંજૂર કરાતાં પંથકના ખેડૂત વર્ગમાં આનંદની લાગણી ફેલાઇ છે.

વિસ્તારમાં ખેતીવાડીના વીજ જોડાણોની સંખ્યાની દૃષ્ટિએ ચોબારી સબ સ્ટેશન પર ઓવરલોડ થવાથી વારંવાર લો વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત તાલુકા કિસાન સંઘે દોઢેક માસ પૂર્વે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પીજીવીસીએલ ભચાઉ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર મહેશ્વરીના જણાવ્યા મુજબ પાબુદાદા અને મમાયમોરા ફિડરના બાયફરકેશનની મંજૂરી મળતાં કામ પણ શરૂ કરી દેવાયું છે. અાગામી સમયમાં માય ફિડર શરૂ કરવાની ઉજળી શક્યતાઓ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કિસાન સંઘ કચ્છે ફિડરો મંજૂર કરવા રજૂઆત કરી હતી.