• Gujarati News
  • National
  • ભચાઉમાં શૌચાલય નિર્માણમાં કૌભાંડ આચરાયાની આશંકા

ભચાઉમાં શૌચાલય નિર્માણમાં કૌભાંડ આચરાયાની આશંકા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકાર દેશને સ્વચ્છ બનાવવા માટે દેશના ખૂણે-ખૂણે ગામેગામ શૌચાલયો બનાવી સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે, પણ ભચાઉમાં ઝુંબેશની �\\\"થ હેઠળ શૌચાલય નિર્માણમાં લાખોનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક સ્થળે જાત નિરીક્ષણ કર્યું ત્યારે નિયત ધોરણ કરતાં ઉતરતી કક્ષાના શૌચાલયો જોવા મળ્યા.

સુધરાઇ દ્વારા ગત વર્ષે બનાવવામાં આવેલા 3042 જેટલા શૌચાલયોમાં વ્યાપક કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદો નગરઅધ્યક્ષા પાસે આવી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ જૂનાવાડા વિસ્તારના નગરસેવિકા ભચીબેન સામજીભાઇ ભીલના ઘરે પહોંચી હતી. વોર્ડ નંબર 7ના નગરસેવિકાએ પોતાના ઘરે બનેલા શૌચાલય વિશે વાત કરતાં જણાવ્યું કે, મારે ઘરે અને મારા વિસ્તારમાં બનેલા શૌચાલયો ખૂબ ખરાબ હાલતમાં છે. જાત નિરીક્ષણ કરીને શૌચાલય જોતાં માત્ર 3 હજારમાં શૌચાલય તૈયાર થયું હોવાનું જણાયું હતું. શૌચાલય ઉપર પાણીની ટાંકી, વોશ બેસીન, ટાઇલ્સ, સિમેન્ટના પતરા લગવાયા છે. તે પણ નબળી ગુણવત્તાના હોવાનું જણાયું હતું. સરકાર દ્વારા એક શૌચાલયના 12 હજાર રૂપિયા મંજુર થયેલા છે. ભચાઉમાં કુલ 3042 જેટલા શૌચાલયો વિવિધ વિસ્તારોમાં બનાવાયા છે અને તેના નાણાં પણ જે-તે એજન્સીને ચીફ �\\\"ફિસર હસ્તક ચુકવાઇ ગયા છે. તે રકમ 3 કરોડ 65 લાખ જેવી થાય છે. ત્યારે પ્રશ્ન પણ થાય છે કે, શહેરમાં ખરેખર 3042 શૌચાલયો બન્યા છે ખરાω કૌભાંડમાં નીચેથી ઉપર સુધી કેટલાય અધિકારી�\\\"ની સંડોવણી સામે આવી રહી છે. ગાંધીધામ ભચાઉ વિસ્તારના ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ જાગૃતિ દાખવીને કૌભાંડની તપાસ કરાવી જોઇએ તેમજ જિલ્લાના સમાહર્તા પણ બારામાં તપાસ કરાવે તેવું અહીંના લોકો ઇચ્છી રહ્યા છે.

3042 શૌચાલય બન્યા પણ તમામ નબળી ગુણવત્તાના

શૌચાલય બનાવવામાં આચરાયેલા ભ્રષ્ટાચારની છે બોલતી તસવીરો ઇન્સેટમાં દેખાતા શૌચાલય ઉપર છત નથી બનાવવામાં આવી.

મુખ્યમંત્રીને કરાઇ ફરિયાદ

શહેરમાંબનેલા શૌચાલયોમાં જે ગેરરીતિ સામે દેખાઇ રહી છે, તે વિશે નગરપ્રમુખ ઉર્મિલાબેન કાવત્રાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારા સમયગાળા 8થી 9 માસ દરમિયાન કોઇ પણ શૌચાલયો બન્યા નથી. જોકે, અનેક વખત નબળી ગુણવત્તાની ફરિયાદો લેખિત અને મૌખિક રીતે મળતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે.

દિવ્યભાસ્કરની ટીમે જાત નિરીક્ષણ કર્યું

અન્ય સમાચારો પણ છે...